Archive

Click play to listen all songs in ‘આદિલ મન્સુરી’ Category
This text will be replaced by the flash music player.

આપનું મુખ જોઈ – આદિલ મન્સૂરી

April 16th, 2010 6 comments
આલ્બમ:આમંત્રણ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“દિલને ગમતીલો ઘાવ ત્યાં ઘેરો ન મળ્યો,
માત્ર એકાંત મળ્યું, કોઈ ઉમેરો ન મળ્યો;
આપણા યુગનું આ કમભાગ્ય છે કેવું ભારે?
કે ગયા ચાંદ સુધીને કોઈ ચહેરો ન મળ્યો.”
-સૈફ પાલનપુરી

આપનું મુખ જોઈ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે,
આંખ ખોલું છું તો સ્વપ્ના જાય છે.

આપ શું સમજો હૃદયની વાતમાં?
આપને ક્યાં દર્દ જેવું થાય છે.

આંસુઓમાં થઈ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

દુ:ખ પડે છે એનો ‘આદિલ’ ગામ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

taintedsong.com taintedsong.com taintedsong.com

મૌન બોલે છે – આદિલ મન્સુરી

November 7th, 2008 7 comments
Adil Mansuri

પોતાની આગવી શૈલીમાં કાવ્યપઠન કરતા શ્રી આદિલ મન્સુરી.

આદિલ મન્સુરી એટલે ગુજરાતી ગઝલને રૂઢીમાંથી બહાર કાઢી આધુનિકતાની આબોહવા અપાવનાર ગઝલકાર.. સાહસિક કવિ, પ્રયોગશીલ નાટ્યકાર, મીઠું બોલી કોઈને પણ પોતાના બનાવી શકવાની ક્ષમતા ધરાવતા ઉમદા માણસ. એમની વાણીમાં હાસ્ય અને ખૂણા વગરનો કટાક્ષ સાથે પ્રગટે. આદિલ સાહેબનો જન્મ ૧૮-૦૫-૧૯૩૬ ના રોજ અમદાવાદમાં થયેલો. મેટ્રિક સુધી ભણેલા આદિલ સાહેબનું મૂળ નામ તો છે ફરિદ મહમદ ગુલામ નબી મન્સુરી. વળાંક, પગરવ, સતત, આયનાનાં ઘરમાં, મળે ના મળે એ અમની ગઝલો અને કાવ્યનાં સંગ્રહો; ‘હાથ-પગ બંધાયેલા છે’ એમનો નાટ્યસંગ્રહ. આવા આ બહુમુખી પ્રતિભા ધરાવનાર સર્જક આજે આપણી વચ્ચે રહ્યા નથી અને ગુજરાતી ગઝલક્ષ્રેત્રે ન પૂરી શકાય એવી ખોટ પડી છે. શ્રી આદિલ મન્સુરીનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી ગઈકાલે ૬ નવેમ્બર ૨૦૦૮ નાં રોજ નિધન થયું છે. અલ્લાહ તેમના આત્માને પરમ શાંતિ આપે તેવી આપણા સૌ તરફથી પ્રાર્થના.

સતત લખતા રહેલા આદિલ સાહેબને પોતાની આગવી રીતે કવિતા પઠન કરતા સાંભળવા એ એક અનુભવ છે. એ જ્યારે પઠન કરે ત્યારે ખરેખર એમનાં ચિત્તની ગહેરાઈમાં રહેલું મૌન જાણે મુખર થઈને બોલી રહ્યું હોય એવો અનુભવ થાય. એટલે જ એ સહજ રીતે લખી ગયા..

“સમય પણ સાંભળે છે બે ધડી રોકાઈને ‘આદિલ’
જગતનાં મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.”

તો આવો આવા આપણી ભાષાનાં એક સમર્થ સર્જકને એમનાં પોતાની જ વાણીમાં સાંભળીએ અને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પીએ.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,
મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.

મિલનની એ ક્ષણોને વર્ણવી શકતો નથી જ્યારે,
શરમ ભારે ઢળેલી આંખડીનું મૌન બોલે છે.

વસંતો કાન દઈને સાંભળે છે ધ્યાનથી એને,
સવારે બાગમાં જ્યારે કળીનું મૌન બોલે છે.

ગરજતાં વાદળોનાં ગર્વને ઓગાળી નાખે છે,
ગગનમાં જે ઘડીએ વિજળીનું મૌન બોલે છે.

ખરેખર તે ઘડી બુદ્ધિ કશું બોલી નથી શકતી,
કે જ્યારે પ્રેમની દિવાનગીનું મૌન બોલે છે.

સમય પણ સાંભળે છે બે ધડી રોકાઈને ‘આદિલ’
જગતનાં મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

———————————————–
તેમની અન્ય ગઝલો રણકાર પર અહીં સાંભળી શકશો.

taintedsong.com taintedsong.com taintedsong.com

શુન્યતામાં પાનખર – આદિલ મન્સુરી

October 31st, 2008 4 comments

સ્વરાંકન: ગૌરાંગ વ્યાસ
પ્રસ્તાવના: અંકિત ત્રિવેદી
સ્વર: સમુહ ગાન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શુન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી.

ને પવનનું વસ્ત્ર ભીનું થઈ ગયું,
ચાંદનીની આગ નીતરતી રહી.

સૂર્ય સંકોચાયને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.

આ બધા લાચાર અહીં જોતાં રહ્યાં,
હાથમાંથી જિંદગી સરકી રહી.

taintedsong.com taintedsong.com taintedsong.com

સામાં મળ્યાં તો – આદિલ મન્સુરી

March 4th, 2008 6 comments

આલ્બમ: અપેક્ષા
સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય.”

સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ.

સાચે જ મીણ જેવી હતી મારી જિંદગી,
દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ.

મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.

કહેતી ફરે છે બાગમાં એક-એક ફૂલને,
તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ.

‘આદિલ’ ઘરેથી નિકળ્યો મિત્રોને શોધવા,
ઓ દુશ્મની તું રાહમાં ક્યાંથી મળી ગઈ.

taintedsong.com taintedsong.com taintedsong.com

દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયા – આદિલ મન્સૂરી

October 4th, 2007 3 comments

સ્વર: દિપાલી સોમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયા,
ઝાકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જતી રહી શીર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

taintedsong.com taintedsong.com taintedsong.com