મારા વિષે…
-
મા જેવી માતૃભાષાને મળવાનો એક રસ્તો લાવ્યો છું
ગુલછડી કાવ્યોની લાવ્યો, ગીતોનો ગુલદસ્તો લાવ્યો છું
મિત્રો,
હાલ લડંન સ્થિત પણ મૂળે હું ગુજરાતી અને એમાં પણ અમદાવાદી. નાનપણથી જ મને ગુજરાતી સાહિત્યમાં ઊંડો રસ રહ્યો છે. ગુજરાતી કવિતાઓ અને ગઝલો વાંચવી અને સાંભળવી ખુબ જ ગમતી. વ્યવસાયે સોફટવેર પ્રોગ્રામર છું. મિત્ર મૌલિક અને દેશ-વિદેશમા વસતા બીજા સાથીઓની મદદ અને તેમના સતત પ્રોત્સાહનથી હું અહીં કેટલાક મને ખૂબ જ ગમતાં ગીતો રજૂ કરી રહ્યો છું.
અંતે જલન માતરીના શબ્દોમાં કહું તો,
“ગમે ના સૌ કવન તો માફ એક બાબત પર કરજો,
ખુદા જેવા ખુદાના ક્યાં બધા સર્જન મજાના છે.”
- નીરજ શાહ
સંપર્ક: niraj@rankaar.com






Nirajbhai
Thank you very much for what you doing for our Gujarati sahitya. Rankar is a really Rankar. I listen every day on my work Thanks lot. God bless you.
ખુબજ સરસ નીરજ ભાઈ અમે બધાજ તમારા બહુજ આભારી છીએ.. ખુબ ખુબ શાભેચ્ચાઓ…
હું આ વેબ સાઈટ મારે માટે અત્યંત અગત્યની સમજુ છું. અમુક કાવ્યો હું મારા
મિત્રો ને (ગુજરાતી કાવ્ય સમૂહ) ને મોક્લુંન્છું છું. પણ મને એક દુર્દશા છે – જે ગીતો હું સંભાળું છું, તે હું મારા મિત્રો ને મોલ્કલી શકતો નાથ. તમે એવી વ્યવસ્થા કરો કે જે થી રણકારના ગીતો હું મારા મિત્રો ને સંભળાવી શકું
થેન્ક્સ નીરજભાઈ , ખુબજ સરસ ગીતો વહેંચવા બદલ આભાર. મારે આરતી મુનશીએ ગાયેલું “મારું ચોમાસું આસપાસ છે” સાંભળવું છે. શક્ય હોય તો પોસ્ટ કરશો. આભાર.