મારા વિષે…
-
મા જેવી માતૃભાષાને મળવાનો એક રસ્તો લાવ્યો છું
ગુલછડી કાવ્યોની લાવ્યો, ગીતોનો ગુલદસ્તો લાવ્યો છું
મિત્રો,
હાલ લડંન સ્થિત પણ મૂળે હું ગુજરાતી અને એમાં પણ અમદાવાદી. નાનપણથી જ મને ગુજરાતી સાહિત્યમાં ઊંડો રસ રહ્યો છે. ગુજરાતી કવિતાઓ અને ગઝલો વાંચવી અને સાંભળવી ખુબ જ ગમતી. વ્યવસાયે સોફટવેર પ્રોગ્રામર છું. મિત્ર મૌલિક અને દેશ-વિદેશમા વસતા બીજા સાથીઓની મદદ અને તેમના સતત પ્રોત્સાહનથી હું અહીં કેટલાક મને ખૂબ જ ગમતાં ગીતો રજૂ કરી રહ્યો છું.
અંતે જલન માતરીના શબ્દોમાં કહું તો,
“ગમે ના સૌ કવન તો માફ એક બાબત પર કરજો,
ખુદા જેવા ખુદાના ક્યાં બધા સર્જન મજાના છે.”
- નીરજ શાહ
સંપર્ક: niraj@rankaar.com