Home > ગીત, જગદીશ જોષી, હેમા દેસાઈ > મનગમતી સાંજ એક આપો – જગદીશ જોષી

મનગમતી સાંજ એક આપો – જગદીશ જોષી

સ્વર: હેમા દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ!
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો.

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
અર્જુનનો મત્સ્યવેધ આપો.

મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ :
ફરફરવા લાગે આ સાત-સાત
જન્મોના તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
કાયમની કેદ એક આપો !

Please follow and like us:
Pin Share
  1. POOJA PATEL
    May 21st, 2009 at 11:40 | #1

    ATI SUNDER NIRAJ BHAI THANK U THANK U STRI NI VEDNA AALEKHI CHE

  2. કિરણ
    May 22nd, 2009 at 03:20 | #2

    સુન્દર કવિતા , વેદના અને લાગણૈ સભર
    અતિસુન્દર ગાયકઈ

    આભાર નિરજભાઇ

  3. May 22nd, 2009 at 09:46 | #3

    સુંદર શબ્દો સહ સુંદર સ્વર ..! મહાસાગરમાં થી મોતી વીણી લાવો છો .. અભિનંદન ..!

  4. May 22nd, 2009 at 10:36 | #4

    મને આપો એક સાંજ, મને આપો એક રાત
    મને આપો એક એવો આશ્લેષ :
    ફરફરવા લાગે આ સાત-સાત
    જન્મોના તાણીને બાંધેલા કેશ !
    મારાથી સાવ મને અળગી કરીને નાથ,
    કાયમની કેદ એક આપો !

    જગજીત સિંહના સ્વરે ગવાયેલી એક ગઝલ નો શેર યાદ આવી ગયો
    कभी यँ भी आ मेरी आखमें के मेरी नझर को खबर न हो
    मुझे एक रात नवाझ दे फिर उसके बाद सहर न हो

  5. smaran
    May 25th, 2009 at 03:59 | #5

    very touching ગીત. આભાર નીરજભાઈ.

  1. No trackbacks yet.