પંડિત ચાલ્યા જાય છે…
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે.
પગમાં જૂનાં જૂતાં પહેરી પંડિત ચાલ્યા જાય છે.
આંબા ઉપર કેરી દેખી પંડિત જોવા જાય છે
તડાક કરતા કેરી તૂટી ટાલ પર કુટાય છે.
લોહી વહી જાય છે ને પંડિત ચાલ્યા જાય છે.
ખીસામાંથી ડબ્બી કાઢી છીકણી સુંઘવા જાય છે.
હાક છી હાક છી કરતા કરતા ચોટલી ફર ફર થાય છે.
આકાશે એરોપ્લેન દેખી પંડિત જોવા જાય છે
આમતેમ આમતેમ ફાંફા મારતા ગધેડે અથડાય છે.
પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે.
અરે વાહ…!!! નીરજ… આ ક્યાથી શોધી આવ્યો યાર્..!! ૨૦ વરસ પહેલા નાં મારા બાળપણમાથી..!!!?? )૦) પહેલેથી જ મારુ ગમતુ ગીત રહ્યુ છે આ… આભાર દોસ્ત… વીર વરસ પહેલાના વાયરા ને રણકાવવા બદલ…
સરસ કવિતા બદલ આભાર અને શ્રી અવિનાશ વ્યાસને સ્મરણાન્જલી……….
સરસ હળવું મનોરંજન- કટાક્ષિકા.
બહુ વખત પછિ
good one… enjoyed lot !!
સુન્દર મજાનુ ,,,,પસન્દ આવ્યુ
આ ગીત ભાઈ મેહુલ સુરતી ઍ સ્વરબધ્ધ કરેલુ
VERY NICE
મારા વિદ્યાર્થીઓને મજા આવી સાંભળવાની નવા લય , તાલ , સંગીત સાથે. આભાર
Cool Bargit
ખૂબ જ સરસ બાળગીત છે. બાળકોને સાંભળવાની મજા પડી.
આભાર