Home > બાળગીત, રઈશ મનીયાર, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી > સે સોરી માય સન – રઈશ મનીયાર

સે સોરી માય સન – રઈશ મનીયાર

August 24th, 2009 Leave a comment Go to comments

સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સે સોરી માય સન, સે સોરી
છ છ કલાક સ્કૂલ, ત્રણ ત્રણ કલાક ટ્યુશન,
ને તોય આ નોટ તારી કોરી, સે સોરી..

ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ,
અને માથે તે ચોપડ્યું ઘી.
યાદદાસ્ત માટે શંખપુષ્પીની કંઈ
બાટલીઓ પેટમાં ભરી.
કેમે કરી યાદ રહેતું તને લેસન,
યાદ રાખે તું સીરીયલની સ્ટોરી, સે સોરી..

પંખીઓ બચ્ચાને ઉડતાં શીખવે,
માણસ બચ્ચાને આપે પિંજરું,
મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,
થાય બાળકને ટહુકા ચીતરું.
મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં
બાળક લાવ્યું છે આભ આખું દોરી, સે સોરી..

તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું
ને જાગવું હો ત્યારે સુવાડાવું,
પરીઓના દેશમાંથી ઉડતો ઝાલીને
તને રીક્ષામાં ખીચો ખીચ ઢાસું.
ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી, સે સોરી..

Please follow and like us:
Pin Share
  1. August 24th, 2009 at 11:07 | #1

    ઃ-) વાહ વાહ.. સરસ ગીત લઈ આવ્યોને કાંઈ…

  2. August 24th, 2009 at 12:11 | #2

    પહેલી જ વાર વાંચ્યું . મજા આવી ગઈ.
    સા&ભળવામાં તકલીફ પડે છે. ટુકડે ટુકડે આવે છે.

  3. sujata
    August 24th, 2009 at 12:28 | #3

    વા હ …..બ હુ જ સ ર સ ગી ત્…..

  4. Gandhi, U.S.A.
    August 24th, 2009 at 17:20 | #4

    “મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં
    બાળક લાવ્યું છે આભ આખું દોરી”

    બાળકને ગમતું કરશો તો એક દિવસ બાળક “થેન્ક્યુ” કહેશે અને બીજે દિવસે તેને કોઈ વાતની ના પાડશો તો “આઈ હેટ યુ” પણ કહેશે.

    આજના જમાનાના માબાપ અને બાળક બન્નેને સંપુર્ણ લાગું પડતું કાવ્ય. બહુ સરસ રચના છે.

  5. August 25th, 2009 at 06:37 | #5

    સરસ… મજા આવી.

    poor our kids !!

  6. Naishadh Pandya
    August 25th, 2009 at 07:02 | #6

    ઘણુ સુન્દર. તદ્દન જમાના ને અનુરુપ ગીત.બાળપણ હવે હોતુ જ નથી બાળકોને.જોકે એને માટે જવાબદાર આપણે જ ગણાઇએ. આપણી અપેક્શા બાળકો પાસે વધી ગૈ ચ્હે.

  7. જય પટેલ
    August 25th, 2009 at 07:12 | #7

    ડિજીટલ યુગનાં આજનાં બાળપણ વગરના બાળકો માટે ફ્ક્ત એક જ શબ્દ છે.

    સૉરી માય સન સૉરી.

  8. Maheshchandra Naik
    August 25th, 2009 at 20:53 | #8

    સ્વજનોના બાળકોના નિરાશ બાળપણને દુખ સાથે અનુભવવુ પડે એવુ કાવ્ય સુરતમા કવિશ્રી રઈશભાઈને સ્વમુખે સામ્ભળ્યુ હતુ, ત્યાર બાદ શ્યામલભાઈના કાર્યક્રમોમા પણ સામ્ભળ્યુ હતુ પરંતુ આનદ કરતા વિષાદની ભાવના સતત થયા કરે છે………….

  9. Khyati
    August 27th, 2009 at 07:21 | #9

    બહુ સરસ ગીત છે , ખરેખર.

  10. Bhogibhai Mehta
    September 9th, 2009 at 00:30 | #10

    bauj saras, abhar.bhogibhai

  11. Dilip
    October 12th, 2009 at 07:23 | #11

    This is reality and situation of irony. There is serious flaws in education system nevertheless we held kids responsibles for not their faults.

  12. sneha
    November 18th, 2009 at 00:46 | #12

    what can i say for u work!!!!i have no words but dear u done a very very good work.really thanks a lotttttttttt.take care and jai shri krishna

  13. AJAY OZA
    January 30th, 2010 at 10:02 | #13

    wah
    khub saras geett ane svrankan pn saru.
    Abhinandan.

    -AJAY OZA, Bhavnagar
    cell : +91 98 25 25 28 11

  14. Vivek Vyas
    May 9th, 2011 at 12:54 | #14

    exceptional lyrics coupled with wonderful composition. the song has actually brought out the current situation of kids.

  15. Shah dilipkumar jivanlal
    May 19th, 2013 at 15:09 | #15

    વિચાર માંગી લે તેવી આ રચના છે

  16. Devan vasavada
    November 14th, 2017 at 07:03 | #16

    ખૂબ જ સુંદર શબ્દો સાથે ઉત્તમ સ્વરાંકન..આજે ભણતરનો ભાર બાળક અને માતા-પિતા બંને અનુભવે છે ..શબ્દો દ્વારા સુંદર, હ્રદયસ્પર્શી આલેખન …

  1. No trackbacks yet.