Home > ગીત, બરકત વિરાણી ‘બેફામ’, ભુપિન્દર સીંગ > એકલાં જ આવ્યા મનવા – બરકત વિરાણી ‘બેફામ’

એકલાં જ આવ્યા મનવા – બરકત વિરાણી ‘બેફામ’

August 22nd, 2007 Leave a comment Go to comments

સ્વર: ભુપિન્દર સિંગ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

કાળજાની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે
પોતાના જ પંથે પોતના વિનાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

આપણે અંહી એકલા ને કિરતાર એકલો
એકલા જીવોને એનો આધાર એકલો
વેદના સહીએ ભલે, એકલા રહીએ ભલે
એકલા રહીને બેલી થવું રે બધાનાં
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

Please follow and like us:
Pin Share
  1. સુરેશ જાની
    August 22nd, 2007 at 14:25 | #1

    બહુ જ આનંદ થયો. આ મને બહુ જ ગમતી કવીતા છે. મારો ભત્રીજો ટોરોન્ટોમાં છે, તે આ બહુ જ સરસ રીતે ગાય ત્યારે આંખો ભીની થઈ જતી.
    અને વળી એ તો આપણા બધાના પ્રીય ‘બેફામ’ની નીકળી. સોનામાં સુગંધ ભળી.
    બેફામની છેલ્લી કડીમાં મૃત્યુ હોય છે. આ તો આખે આખી જ મોત પર. વાહ !

  2. સુરેશ જાની
    August 22nd, 2007 at 14:32 | #2

    આપણે અંહી એકલા ને કિરદાર એકલું
    એકલા જીવો ને એનું આધાર એકલું

    કદાચ આ પંક્તી આમ હશે –
    આપણે અંહી એકલા ને કિરતાર એકલો
    એકલા જીવોને એનો આધાર એકલો.

    તેં સાંભળીને લખી હોય તેમ લાગે છે. હું ય એવું ઘણી વાર કરું છું ! નોટના કેટલાં ય પાનાં આમ ભર્યાં છે.
    દોસ્ત, તને વાંધો ન હોય તો આની એમ.પી.-3 મને મોકલે? બહુ જ આભારી થઈશ.

  3. August 22nd, 2007 at 14:58 | #3

    Your blog was recommended by SureshBhai Jani to be included in ફોર એસ વી – સંમેલન ( http://www.forsv.com/samelan/ ). I am pleased to say that it is done and we can have more readers share and enjoy your blog.

  4. August 22nd, 2007 at 15:05 | #4

    દાદા, ભૂલ શોધી આપવા બદલ આભાર… સુધારી લીધી છે…

    આભાર SV.. રણકાર ને સંમેલનમાં સમાવવા માટે..

  5. August 23rd, 2007 at 03:15 | #5

    સરસ પણ ભાઇ અહિંયા તો સ્‍પીડ ઓછી આવે છે, એટલે સીધી સાંળળવી તો શકય નથી, પણ તમે ડાઉનલોડ માટે કોઇ વ્‍યવસ્‍થા કરો તો સારું……..
    સુવાસ
    http://www.samacharsar.blogspot.com

  6. August 23rd, 2007 at 16:32 | #6

    સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

    સરસ.

  7. October 27th, 2007 at 04:36 | #7

    આપનો ખૂબ આભાર. ભૂપિંદર સિંઘના અવાજમાં સાંભળવાની મઝા આવી ગઈ. વધુ ફરમાઈશ મોકલીશ.

  8. November 2nd, 2007 at 07:32 | #8

    ખરેખર ખુબજ સરસ રચના છે.

  9. RAMESH R JOSHI
    May 31st, 2008 at 15:03 | #9

    મન`બ હ જ ગ મ્ય્,

  10. Jayprakash
    July 22nd, 2008 at 22:10 | #10

    A great site and to listen to such clear gems and be able to read them as well
    Great
    well done
    Jai Shree Krishna to all

  11. Sheetal Pandya Sharma
    August 4th, 2008 at 20:28 | #11

    ખૂબ જ મધુર રચના ૬e ! અને કેવુ અદભૂત્ સત્ય…

  12. Bhavesh Patel
    August 5th, 2008 at 21:21 | #12

    વાહ ! દિલ ખુસ થૈ ગ્યુ ભૈલા. મજા અવિ ગયિ.
    જિવન નુ એકજ સત્ય આ જ.
    ખુબ આભર.

    ભાવેશ “ભાવિ”

  13. rekha
    July 6th, 2009 at 15:57 | #13

    ગનુ ગમ્યુ મન નો ભાર ઓચ્હો થયો

  14. Chintan
    July 7th, 2009 at 13:27 | #14

    માજા પડી ગઈ

  15. September 2nd, 2009 at 01:31 | #15

    Namaskar.
    This is reality of life.
    with text to listen this song, really nice experience and like it.
    Thank you.

  16. December 2nd, 2009 at 06:51 | #16

    મને આ કવિતા ખુબ ગમે

  17. Paresh Shah
    January 20th, 2010 at 05:17 | #17

    મજ્જા પડી ગઈ.

  18. Jayant Pandya
    January 21st, 2010 at 05:01 | #18

    નિરજ એક લ જ આવ્યા મન્વા ગ્ના વર્શ થિ શોધ તો હતો (ઓરિજિનલ વેર્ઝન)

    મારિ પાસે ઘના ઓરેજિનલ ગુજરાતિ ગેીતો ના ટ્રેક che
    if you give me any idia to snad you this original treck (more then 150 Treck)

    I have good collection of GUJARATI old and new song more thene 300 to 500 song with original treck

    hu mara friendo ne aa badha song ne CD banavi vahechu chu mane gujarat na loko aapana gujarati old song sabhre e bahuj game che

    jayant pandya
    +91 9898988383

    tamari site parthi song dowanload karvani suvidhi banavo to ghanu maza aavshe(mavjibhai ma che)

  19. Bhavesh
    August 21st, 2010 at 11:50 | #19

    ખુબ સરસ ભજન છે. જિંદગીની હકીકત છે.

  20. Hiren Pandya
    October 2nd, 2010 at 17:12 | #20

    હું નાનો હતો ત્યારે આ ગીત ટીવી માં જોયું હતું અરવિંદ પંડ્યા તેના કલાકાર હતા આજ વરસો બાદ આ ગીત ફરી સંભાળવા મળ્યું .. હું ખુબ જ આભારી છું આપ સૌનો.

  21. Ashok Vora
    April 20th, 2011 at 13:01 | #21

    મારા સસરા પત્રકાર શ્રી વાસુદેવ મેહતા નું અત્યંત પ્રિય આ ગીત અમે અવાર નવાર સાંજે સાથે સંભાળતા હત . આ ગીત માં સ્વર નિયોજન કોનું છે તેનો પણ ઉલ્લેખ કરવો જોઈ એ . બરકત વિરાણી એ ગઝલ ઉપરાંત આવું સરસ લાગણીસભર ગીત આપ્યું તે ખરેખર જીનીયસ કવિ છે .ભુપેન્દ્ર સિંઘ એ પણ ખુબ દિલ થી ગંભીર લાગણી ને એવી જ રીતે ન્યાય આપ્યો છે . ખુબ ખુબ આભાર .
    સ્વર નિયોજક ને પણ ખુબ અભિનંદન .

  22. Kalpana
    May 8th, 2011 at 16:04 | #22

    શબ્દોનો રણકો મન ઝંઝાનાવી ગયો. વર્ષો પહેલા એક મૃતુતીથીના સંધ્યાગીત કાર્યક્રમમાંન આ ગીત શરુ થતા પહેલા એની અન્નોઉન્સેમેન્ત કરતી એ સાંજ માં આ ગીત મને લઇ ગયું.પારકા અને પોતીકાને પ્રસન્ન કરવાની દોડમાં અહં ભલે સંતોષતો હોય કે’ કેટલા લોકોને મદદરૂપ છું,પણ આખરે યાદ આજ રાખવાનું છે…એકલા જવાના…કલ્પના પાલખીવાલા

  23. KISHOR PARMAR
    June 25th, 2011 at 15:53 | #23

    વાહ દિલ ડોલાવે તેવા સુમધુર ગીતો અને ભજનો ફક્ત અહી જ સાંભળવા મળે છે. અદભુત websight છે.

  24. ananta
    August 14th, 2011 at 16:54 | #24

    achanak aa bhajan malata khubaj khushi thai. ghani mahenat bad achanak malyu. thank you very much.

  25. Tulsidas
    November 11th, 2011 at 05:24 | #25

    ઘણું સરસ ગીત લખાયું છે અને ગવાયું પણ છે. મનમાં રણક્યા જ કરે !

  26. RAJNI RAVAL`
    January 14th, 2012 at 16:09 | #26

    જીવનની વાસ્તવિકતા,આજના જમાનામાં બધા સમજે તો વિશ્વનું કલ્યાણ થઇ જાય .
    સરસ એ સરસ ગીત અને સરસ રજૂઆત,આભાર.

  27. vijay kumar soyantar
    August 21st, 2012 at 15:55 | #27

    બહુ જ ગમ્યું. મને ખબર નહિ ક આ ગીત આટલા બધા લોકો ને આટલું બધું ગમતું હશે. અકલ્પ્ય …વાસુદેવ મહેતા જે મારા પ્રિય લેખક હતા એમનું બી આ પ્રિય ગીત હશે એ વાંચ્યું તો હર્સ ની લાગણી થઇ.

  28. September 26th, 2013 at 06:05 | #28

    મને આ ગીત ખુબજ ગમે છે, બીજા ઓ ના કાંઠે પણ જો બની શકે તો. એક વિંનતી છે કે ” તા રી યાદ ફરી ફરી આવે મારા અંતર ને રડાવે.” જો મુકો તો.??
    પાર્થિવ નું ગયેલ માને તો મનાવી લેજો રી હેય ઓદ્ધા જી મારા વ્હાલા ને મનાવી કેહ્જો રે ”
    રાજુલ મુનશી કે ?? …….
    નાં ગીતો પણ .
    આભાર .

  29. manilalmaroo
    January 1st, 2014 at 15:02 | #29

    મારા માટે આ ગીત અમૂલ્ય મૂડી છે મણીલાલ.મ.મારૂ

  1. No trackbacks yet.