Home > ગીત, ચિત્રા શરદ, દીક્ષિત શરદ, બાલમુકુન્દ દવે, રાસબિહારી દેસાઈ > કેવા રે મળેલા મનનાં મેળ – બાલમુકુન્દ દવે

કેવા રે મળેલા મનનાં મેળ – બાલમુકુન્દ દવે

August 26th, 2007 Leave a comment Go to comments
સ્વરકાર:રાસબિહારી દેસાઈ
સ્વર:ચિત્રા શરદ, દીક્ષિત શરદ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


સ્વર: જહાનવી શ્રીમાંનકર, પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


કેવા રે મળેલા મનનાં મેળ, રુદિયાના રાજા,
કેવા રે મળેલા મનનાં મેળ…

ચોકમાં ગુંથાય જેવી ચાંદરણાની જાળી,
જેવી માંડવે વિંટાયે નાગરવેલ, રુદિયાની રાણી,
કેવા રે મળેલા મનનાં મેળ…

તુંબુર ને જંતરની વાણી, હેજી કાંઠા ને સરીતાના પાણી,
ગોધાણાની ઘંટડીએ સોહે સંધ્યા રે, રુદિયાના રાજા,
કેવા રે મળેલા મનનાં મેળ…

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ, રુદિયાના રાજા,
કેવા રે મળેલા મનનાં મેળ…

સંગનો ઉમંગ માણી, હેજી જિંદગીને જીવી જાણી,
એક રે ક્યારામાં જેવા ઝુક્યાં ચંપો-કેળ, રુદિયાની રાણી,
કેવા રે મળેલા મનનાં મેળ…

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર, રુદિયાની રાણી,
કેવા રે મળેલા મનનાં મેળ…

Please follow and like us:
Pin Share
  1. greeva pathak
    July 29th, 2008 at 22:59 | #1

    I DONT HAVE WORDS. THIS IS HTE SONG WHICH I USED TO WHEN I AM CILD. MY FAHTER BROUGHT DISK OF THIS GREAT SONGS. AND I AM SO TOUCHED TODAY WHEN I LISTEN SONG AFTER SO LONG. THANK YOU VERY MUCH. TOTAL COLLECTION IS GREAT

  2. April 7th, 2011 at 01:21 | #2

    શબ્દો, ગીત,સ્વર …ઉત્તમ !
    સાભાર અભિનંદન !!

  3. dyuti acharya
    April 11th, 2012 at 10:52 | #3

    મારું ગમતું ગીત .પાર્થિવ ના અવાજમાં સાંભળી ને આનંદ થયો .શુભેછાઓ

  4. kshitij
    March 27th, 2014 at 17:35 | #4

    Aa kavita sambhadine khub aanand thayo.

  5. kshitij
    March 27th, 2014 at 17:43 | #5

    kshitij :
    Aa kavita sambhadine khub aanand thayo,aa kavitana lekhak shree Balmukund
    Dave etle k amara nanajini yaad taji karavi chhe.

  1. No trackbacks yet.