Home > ગઝલ, મનહર ઉધાસ, સૈફ પાલનપુરી > સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું – સૈફ પાલનપુરી

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું – સૈફ પાલનપુરી

October 20th, 2009 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“અમુક રીતે જો ઉચ્ચારે છે મારું નામ કોઈ તો,
કોઈ નિસ્બત નથી હોતી છતાં શરમાઈ જાઉં છું;
તમારું નામ લે છે જયારે કોઈ પારકા હોઠોં,
કોઈ બાબત નથી હોતી છતાં વહેમાઈ જાઉં છું.”

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.

આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.

એકવાર મેં ફૂલો સમો દેખાવ કર્યો હતો,
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.

તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,
કાગળ છું કોરો અને વાંચી રહ્યો છું.

કહેવું છે ઘણું ‘સૈફ’ અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.

Please follow and like us:
Pin Share
  1. Maheshchandra Naik
    October 20th, 2009 at 12:59 | #1

    સરસ ગઝલ અને શ્રી મનહર ઉદાસના અવાજમા આનદ થઈ જાય એવુ સ્વરાન્કન, આભાર

  2. October 21st, 2009 at 03:24 | #2

    મખમલી મનહરભાઈના અવાજનો જાદુ અને જનાબ સૈફ સાહેબની સહજ અને સરળ બાનીનો સમન્વય આખી ગઝલને અનેરૂં અલૌકિક સૌંદર્ય પ્રદાન કરે છે.

  3. shaunak patel
    October 24th, 2009 at 16:17 | #3

    બહુ સરસ કવિતા લખઈ ચેી.

  4. Shrey
    June 4th, 2010 at 12:08 | #4

    લખનાર અને ગાનાર બન્નેઓ પોત પોતાના ક્ષેત્ર ના મહારથી ઓ છે અને તેઓ તેમનું કામ બખૂબી નિભાવી જાણે છે. પરંતુ ધન્યવાદ ને પત્ર બને છે ફક્ત નીરજ ભાઈ. આ ગઝલ મેં ઘણા સમય પહેલા રડીઓ પર સાંભળી હતી. પછીથી ઘણીવાર ટ્રાય કરવા છતાં મેળવી શક્યો નહિ. પરંતુ આજે રણકાર પર અમસ્તાજ સંભાળવા મળી ગઈ. અત્યારે મારી પાસે શબ્દો નથી નીરજ ભાઈ નો આભાર માનવા mate .
    થેન્ક્સ

  1. No trackbacks yet.