Home > ગઝલ, જલન માતરી, સીમા ત્રિવેદી > જે કંઈ મને મળે – જલન માતરી

જે કંઈ મને મળે – જલન માતરી

October 29th, 2009 Leave a comment Go to comments

સ્વર: સીમા ત્રિવેદી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે,
દિલ પણ હવે મળે તો તમન્નાથી પર મળે.

નાગણ સમી આ રાત સલૂણી બની રહે,
મુજને ફરી જો તારા મિલનની ખબર મળે.

જીવનમાં એજ આશ છે મન હો તો કર કબુલ,
દુનિયા મને મળે જો તમારી નજર મળે.

સંધ્યા ઉષાના તો જ તમાશા થશે ખતમ,
ધરતી મહીં ગગનને જો રહેવાને ઘર મળે.

છે દિલની માંગ કે મળે છુટકારો ગમ થકી,
છે ગમ માંગ એ કે ‘જલન’નું જીગર મળે.

Please follow and like us:
Pin Share
  1. October 29th, 2009 at 12:20 | #1

    સુંદર ગઝલ…

  2. October 29th, 2009 at 12:31 | #2

    જલન માતરી મારા બહુ જ પ્રિય શાયર. એમની દરેક રચનામાં કાંઈક નવિન વિચાર હોય છે.
    એમનો પરિચય મેળવી આપશો તો આભારી થઈશ.
    —-
    એક ફરિયાદ….
    ગીત ટુકડે ટુકડે કેમ સંભળાય છે? સાંભળવાની બધી મજા મારી જાય છે.

  3. Maheshchandra Naik
    October 30th, 2009 at 03:24 | #3

    જલન માતરી એટ્લે આક્રોશના શાયર અને એમની ગઝલ એટ્લે ઈશ્વરને પડ્કાર હોય જ છે,આ સાથે નાઝીર સાહેબની ગઝલના શબ્દો યાદ આવી જાય છે, “હું માગુંને તૂ આપી દે એ વાત મંજુર નથી” શ્રી મનહર ઉદાસના સ્વરમા સાંભળી હતી તે ફરી સાંભળવા મળે તો આનદ થઈ જાય……………

  1. No trackbacks yet.