Home > અજ્ઞાત, પ્રાર્થના-ભજન > નૈયા ઝુકાવી…

નૈયા ઝુકાવી…

August 31st, 2007 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નૈયા ઝુકાવી મેંતો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના

સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના
ઝાંખો ઝાંખો…

પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના
ઝાંખો ઝાંખો…

શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદિરે જોજે અંધકાર થાય ના
ઝાંખો ઝાંખો…

Please follow and like us:
Pin Share
  1. November 16th, 2007 at 06:56 | #1

    આજે તમારો બ્લોગ શાંતી થી જોવા બેઠો છુ પહેલા ની પોસ્ટ જે મે મીસ કરેલ છે તે આજે જોતો હતો ત્યારે આ પ્રાથના નજર મા આવી. સાંભળીને આંખ મા આંસુ આવી ગયા કારણકે મારા બા-દાદા ના સ્વ્રર્ગવાસ પછી અમે બધાજ કુટુબીજનો સાથે બેસીને આ પ્રાથના ગાતા હતા. આજે તેમન યાદ આવી ગયી.

  2. November 19th, 2007 at 01:08 | #2

    અમે સ્કુલ મા હતા ત્યારે અઁતાક્ષરેી મા આ પ્રાર્થના ગાતા…

  3. Dhananjay
    August 6th, 2008 at 20:02 | #3

    સ્કુલ

  4. ghanshyamsinh c zala
    September 4th, 2008 at 15:25 | #4

    આજે મે ઘણા બધા દિવસો બાદ આટ્લુ સરસ વાચવા મલ્યુ, મન ને ઘણો આનદ થયો…સાચેજ્…..

  5. Dhananjay
    May 23rd, 2009 at 18:40 | #5

    Thank you very much. God bless him who upload this prarthan. Thanks again.

  6. Hardik
    June 5th, 2009 at 03:16 | #6

    અમે બધાજ કુટુબીજનો સાથે બેસીને આ પ્રાથના ગાતા હતા..યાદ આવિ ગયા એ દિવસો..આભાર

  7. June 22nd, 2009 at 03:22 | #7

    I love to see your site quiet often as I am disabled and cant’d do much here in USA. If I can help let me know. This Bhajan is exellent. I like to here one more on your web site called “ganda ni vanzar”

    Thanks

    Raj

  8. sandip
    July 19th, 2009 at 20:55 | #8

    i m out of India for the first time before 1 year, and today i got in mail this website. I m very happy that this good quality of gujarati wesite is available. I move around your website for whole night as if i have to go in the early morning for job.

  9. Khyati shah
    September 16th, 2009 at 06:14 | #9

    મારેી મન ગમતેી પ્રાથના…અમેરેીકા મા આવ ભજનો સાભલિને ખરેખર આખ ભેીનિ થૈ જાયે ….

  10. natu shah
    September 26th, 2009 at 16:24 | #10

    ખુબજ લાંબા સમય પછી પ્રાર્થના સાંભળી,
    આપનો આભાર.
    નટુ શાહ

  11. Lata Mehta NZ
    October 4th, 2009 at 23:01 | #11

    Thanks,ખરેખર સ્કુલ ના દિવસો નિ યાદ આવિ ગૈ.

  12. kanchan.shah
    February 4th, 2010 at 15:58 | #12

    GOOD AFTERNOON THURSDAY
    HI THERE
    I AM VERY HAPPY TO LISTEN BHAJANS ON RANKAAR.COM
    KEEP IN TOUCH AND EMAIL ME SOON.
    LOVE
    KANCHAN.SHAH
    JAI JINENDRAૉ

  1. No trackbacks yet.