Home > ગીત, મનોજ મુની, સોલી કાપડિયા > મારા હૃદયની વાત – મનોજ મુની

મારા હૃદયની વાત – મનોજ મુની

November 5th, 2009 Leave a comment Go to comments

સ્વર: સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારા હૃદયની વાત તને કહી રહ્યો છું આજ,
વર્ષો વીતે ફરી મળ્યા તો વહી રહ્યો છું આજ.

કાલે સવાર પડતાં ને ઝાકળ ઉડી જશે,
ખરતાં ફૂલો મહીં જરા સુગંધ રહી જશે.
ફૂલો આંસુઓની કથા કહી રહ્યો છું આજ.
મારા હૃદયની..

દરિયો ઉલેચ્યો પાંપણે, આંખે ઉકેલી રેત,
મરજીવા થઈ મૃગજળ તણા માંડી ‘તી કેવી ખેપ.
મોટી થવાની કોરી વ્યથા કહી રહ્યો છું આજ.
મારા હૃદયની..

નજરું ભરી ભરી પ્રથમ મેં હેત ઠાલવ્યો,
સાનિધ્ય લઈ સ્મૃતિનું પછી મૌન જાળવ્યું.
શબ્દો શેરી સાંકડી ભેદી રહ્યો છું આજ,
પૂછ્યું તમે કે કેમ છો, પીગળી રહ્યો છું આજ.

Please follow and like us:
Pin Share
  1. November 5th, 2009 at 13:43 | #1

    ખુબજ સરસ્.

  2. Maheshchandra Naik
    November 6th, 2009 at 03:44 | #2

    દિલમાં સોંસરુ ઉતરી જાય એવા ભાવવાહી શબ્દો, સ્રરસ શબ્દો, સ્વરાન્કન પણ મનભાવન, અને ગાયકી પણ આંસુસભર, ગઝલકાર, સન્ગીતકાર અને સોલીને અભિનદન અને આપનો આભાર.

  3. dinesh patel
    November 6th, 2009 at 22:45 | #3

    જાણે ઉદાસ ઝરણુ વહી રહ્યુ છે….

  4. Saloni
    December 22nd, 2009 at 10:04 | #4

    શબ્દો શેરી સાકડી ભેદી રહ્યો… આ લાઇનો તો ખુબ જ ગમી ગઇ….

  5. Hitarth
    July 3rd, 2011 at 17:29 | #5

    ખુબ જ સરસ.
    મઝા આવી ગઈ..

  6. vrajlal
    January 29th, 2013 at 16:48 | #6

    બો સરસ ગીત છે

  1. No trackbacks yet.