Home > ગીત, પુરષોત્તમ ઉપાધ્યાય, ભગવતીકુમાર શર્મા > મારે રુદિયે બે મંજીરા – ભગવતીકુમાર શર્મા

મારે રુદિયે બે મંજીરા – ભગવતીકુમાર શર્મા

November 9th, 2009 Leave a comment Go to comments

સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હે મારે રુદિયે બે મંજીરા,
એક જૂનાગઢનો મહેતો
ને બીજી મેવાડની મીરાં.

કૃષ્ણ કૃષ્ણના રસબસ રણકે,
પડે પરમ પડછંદા;
એક મંજીરે ઝળહળ સૂરજ,
બીજે અમિયલ ચંદા.
શ્વાસ શ્વાસમાં નામ સ્મરણના
સરસર વહત સમીરા.
હે મારે રુદિયે..

હે રાસ ચગ્યો ને હૈડે હોંશે,
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને,
નરદમ બન્યો નિહાલ.
હરિના જનતો ગહન-ગભીરાં,
જ્યમ જમુનાના નીરાં.
હે મારે રુદિયે..

Please follow and like us:
Pin Share
  1. Naishadh Pandya
    November 9th, 2009 at 10:18 | #1

    જેટલુ સુન્દર ભજન એટલી જ સુન્દર રજુઆત

  2. Maheshchandra Naik
    November 9th, 2009 at 21:19 | #2

    ભજનના કવિશ્રીને અને ગાયકશ્રીને અભિનદન અને સરસ રચના માટે આપનો આભાર……

  3. sneha
    November 11th, 2009 at 16:45 | #3

    મારું મન્ગમ્તુ ગીત્..પણ ઐશ્વર્યાના અવાજમાં સાંભળેલું..આજે પુરુશોત્તમજીના અવાજમાં મજા આવી ગઈ. ધન્યવાદ

  4. Gandhi M.D., U.S.A.
    November 12th, 2009 at 19:14 | #4

    ભજન સરસ છે.

  5. Suresh Bhagat
    June 26th, 2010 at 16:58 | #5

    મારે ભગવતી શર્મા નું મારે હ્રીદયે બે મંજીરા ભજન સંભાળવું છે પરુંતુ file not found આવ્યા કરે છે . તો તેનો ઉપાય શું છે .

  6. nirav vaidya
    August 29th, 2010 at 05:22 | #6

    its says file not found, kindly reload it…

  1. No trackbacks yet.