Home > કૃષ્ણગીત, નરસિંહ મહેતા, પ્રાર્થના-ભજન, હેમા દેસાઈ > આજની ઘડી રે રળિયામણી – નરસિંહ મહેતા

આજની ઘડી રે રળિયામણી – નરસિંહ મહેતા

September 4th, 2007 Leave a comment Go to comments

આજે જન્માષ્ટમી નિમિત્તે સાંભળીએ કૃષ્ણ જન્મનું એક સુંદર ભજન…
સ્વર: હેમા દેસાઇ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.
———————————
આભાર: સ્વર્ગારોહણ

Please follow and like us:
Pin Share
  1. Arun Joshi
    August 8th, 2008 at 16:16 | #1

    Hemaji has done full justice with her melodious voice in singing this beautiful Narsi Mehtaji’s song.

  2. Paresh Borad
    August 9th, 2008 at 16:27 | #2

    વાહ વાહ. Simply awesome creation of the great poet and coockoo singer

  3. August 19th, 2008 at 09:56 | #3

    What a innivation
    Music with Lyrics for who like singing.
    Simply Fantastic.
    Well done
    Jaman

  4. ashutosh
    September 3rd, 2009 at 18:52 | #4

    fantastic exhibition by hemaji, great

  5. pulkesh majmudar
    September 24th, 2009 at 18:04 | #5

    Dear Friend,
    I am proud being the Gujarati and You are real gold ornament for gujarat. Keep up and provide such fantastic “gujarati” songs.

    PULKESH

  6. August 1st, 2010 at 07:57 | #6

    mara priy mitra niraj bhai,
    jay Khodiyar ma.
    hu khub khush chhu. tamari vichar dhara thi khub khush chhu.
    tame gujrati mate ek adarsh puro padyo chhe.
    tame khub aagal vadho tevi mataji ne prathna.

    MANISH

  7. June 18th, 2011 at 05:09 | #7

    પૂરો પૂરો સોહાગણ સાથિયો
    હરિ આવે મલપતો હાથિયો રે !
    આ પંક્તિ ન ગાઇને સ્વરકાર/ગાયકે નરસિંહ મહેતાને અરધા કરી નાંખ્યા !

  8. dilip h upadhyay
    June 26th, 2011 at 18:08 | #8

    રાત ના ૧૧.૨૩ થયા છે નિદ્રા દેવી આવતા નથી તો વાંચ વા નો શોખે તમે મલે ગયા ખુબ જ મહેનત kare
    છે મને એક ગીત ખુબ જ ગમે છે જેના શબદ છે જત લખ વાનું કે જગદીષર ને લેઈખેતન લખતા સહી ખૂટી ગયે લગભગ ૨૫-૩૦ વરસ પેહલા આ ગીત સંભાળે
    તો આ ગીત મલે કે નહિ
    dilip

    dilip

  9. KSHAMA S DAVE
    January 3rd, 2012 at 23:09 | #9

    તમોને બધા ને ખુબ ખુબ અભિનંદન. તમોએ ખુબજ મહેનત કરેલ છે. અમારી હૃદય ની શુભેચ્છાઓ. રઘુનાથ બ્રહ્મભટ્ટ અને હરીન્દ્ર દવે ના વધુ ગીતો મુકવા વિનંતી.
    ક્ષમા દવે

    .

  10. June 29th, 2013 at 07:42 | #10

    Awesome…

  11. Devendra Shah
    December 29th, 2020 at 02:43 | #11

    પ્રભુ,

    જેમણે પણ આ સાઈટ બનાવી છે તે અંગે તેમનો તથા જેઓ એ પણ તેમને મદદ કરી છે તે તમામ નો ખુબ ખુબ આભાર, પ્રણામ, મને ઉપરોક્ત બાબતે હાલ શ્રી અંકિત ત્રિવેદી મુખ્ય લાગેછે પણ જેઓ પણ હોય તે તમામ નો ફરીથી ખુબ ખુબ આભાર, પ્રણામ, મને ફક્ત આ જ પ્રાર્થના, ભજન નથી ગમ્યું ઘણાં ગીતો, લોકગીતો, ગરબા, રાસ વિગેરે મળી કુલ ૧૨૫ ખુબ ગમ્યાં છે, જેનો વારંવાર ઉપયોગ થઈ શકે તે અંગે મેં તે તમામ ને ડાઉનલોડ કરી તે તમામ ની લિરિકસ ની પ્રિન્ટ પણ નીકાળી તનું સ્પાયરલ બાઈન્ડીંગ કરાવી તેનું પુસ્તક પણ કરાવ્યું છે, આવી સરસ સુવિધા આપવા માટે ફરીથી આપ સર્વેનો ખુબ આભાર, પ્રણામ.

    દેવેન્દ્ર શાહ.

  1. No trackbacks yet.