Home > ગીત, મુકેશ, રમેશ ગુપ્તા > મારા ભોળા દિલનો – રમેશ ગુપ્તા

મારા ભોળા દિલનો – રમેશ ગુપ્તા

September 27th, 2007 Leave a comment Go to comments

સ્વર: મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

મેં વિનવ્યું વારંવાર કે દિલ સાફ કરી લ્યો
કંઇ ભુલ હો મારી તો એને માફ કરી દ્યો
ના ના કહી, ના હા કહી, મુખ મૌન ધરીને,
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

એક બોલ પર એનાં મેં મારી જિંદગી વારી
એ બેકદરને કયાંથી કદર હોય અમારી?
આ જોઈને, ને રોઈને દિલ મારું કહે છે,
શું પામ્યા જિંદગી ભર આહ! કરીને?
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
બન્ને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે,
સંસારનાં વહેવારનો વેપાર બાકી છે,
બન્ને દિલોનાં મળવા હજુ તાર બાકી છે,
અભિમાનમાં ફુલાઇ ગયાં, જોયું ના ફરીને,
ચાલ્યા ગયાં આંખોથી આંખો ચાર કરીને
બિમાર કરીને, મારા ભોળા દિલનો…

Please follow and like us:
Pin Share
  1. September 27th, 2007 at 15:19 | #1

    વાહ નીરજભાઈ વાહ… રમેશભાઈનુ આ ગીત નાનપણથી જ મારી સાથે જ રહ્યુ છે, નાના હતા ત્યારે કેસેટ પર સાંભળતા, પછી સીડી પર સાંભળ્યુ ને છેલ્લે ૪-૫ વર્ષથી લેપ્ટોપ પર સાંભળતો રહુ છું. મુકેશજીનો અવાજ એને વધારે તોફાની બનાવે છે.

  2. kinjal
    October 23rd, 2007 at 20:44 | #2

    hi, there
    tank u very very much
    for doing a great job
    keep it’s going
    agin thnkx

  3. neetakotecha
    October 24th, 2007 at 03:21 | #3

    અરે શુ કહુ હુ એ જ સમજાતુ નથી.

    બસ, કાંઈ કામ નથી કરવૂ ગમતુ એમ થાય છે બેસી ને બધા ગીત સાંભળીયા જ કરિયે.
    આપ, ચેતના બેન્ ટહુકો.કોમ્ બધા એ અમને પાછા જુના ગીતો ની ભેંટા આપીને શ્રિમંત બનાવી નાખીયા છે, સાચ્ચે જ.

  4. Manoj
    April 9th, 2008 at 12:08 | #4

    ખુબ આભાર

    મનોજ

  5. br
    September 7th, 2008 at 06:26 | #5

    I wish you can try to obtain the following song by Mukesh:

    Mane Yaad Phari Phari Aave
    from film Nasibdaar 1950

    I have left this comment on your esnips page too.

    Thanks.

  6. yuvany@aol.com
    August 24th, 2009 at 21:36 | #6

    મને લખ્જો

  1. No trackbacks yet.