Home > ગીત, તુષાર શુક્લ, પરાગી પરમાર > આંખોમા બેઠેલા ચાતક કહે છે – તુષાર શુક્લ

આંખોમા બેઠેલા ચાતક કહે છે – તુષાર શુક્લ

November 1st, 2007 Leave a comment Go to comments

સ્વર: પરાગી પરમાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની… આંખોમા બેઠેલા…

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની… આંખોમા બેઠેલા…
—————————————
ફરમાઈશ કરનાર મિત્ર: મંથન

Please follow and like us:
Pin Share
  1. November 1st, 2007 at 11:51 | #1

    એક્દમ સરસ રચના…!

  2. ramesh shah
    November 1st, 2007 at 12:59 | #2

    આ જ ગીત આ પહેલાં કોઈક બીજા અવાજ માં સાંભળી છે પણ પરાગીબહેન નો અવાજ ખાસ છે.

  3. November 1st, 2007 at 13:58 | #3

    સુંદર ગીત તથા એવી જ સુંદર અંદાઝે ગાયકી ..

    આ ગીતના રચનાકાર નું નામ મલી શકે ?

    આભાર સહ,
    ભાવિન ગોહિલ

  4. November 1st, 2007 at 14:13 | #4

    અરે .. હું પણ સાવ ગાંડો છુ. આવડા મોટા અક્ષરે તો લખ્યું છે તુષાર શુક્લ. સાંભળવાની લાલચમાં વાંચવાનું જ ભૂલી ગયો.. માફ કરશો…

    આભાર..

  5. November 1st, 2007 at 14:24 | #5

    તમારો ખુબ ખુબ આભાર ,હ કેવી રીતે તમારો આભાર કેવી રીતે માનુ એ ખબર નથી પડતી,
    બસ તમારો ખુબ ખુબ આભાર

  6. January 16th, 2008 at 16:52 | #6

    ખૂબ સરસ. ગીત તો શીખી છું પણ સાંભળવાની મઝા કાંઈ ઑર છે.

  7. kirit shah
    January 18th, 2008 at 13:52 | #7

    I Heard this song for the first time in the voice of Nisha Upadhyay – she has also done a great job – this is in the album Taal Purave Dil ni dhadkan

    Kirit

  8. June 18th, 2008 at 23:00 | #8

    Thnk u very very much Niraj..

  9. Priyank
    May 31st, 2009 at 00:04 | #9

    અદભૂત છે.

  10. gujaratigando
    July 17th, 2009 at 11:25 | #10

    તાકાત જોરદાર્

  11. leena modi
    June 24th, 2010 at 14:01 | #11

    very beautiful song. from which CD i can get this song. please help.

  12. Rasik Thanki
    July 23rd, 2010 at 05:28 | #12

    અદ્ભુત રચના અને સ્વર ખુબજ ગમ્યું

  13. SUJATA
    July 23rd, 2010 at 15:50 | #13

    અતિ સુંદર ગીત અવાઝ પણ બહુ જ મીઠો …….

  14. jainesh
    September 17th, 2010 at 18:04 | #14

    વાગી જાય એવું ગીત….!!!

  15. Prakash Parekh
    December 11th, 2011 at 18:56 | #15

    સરસ રચ્ના હતી , અને અવાજ પણ સારો હતો .

  16. sachin vinchhi
    February 9th, 2012 at 06:23 | #16

    ખૂબજ સુંદર ગીત. મારી બહેન શ્રી ગાયત્રી નું મનપસંદ. મન ને હરી લે તેવું.

  17. alka trivedi
    March 29th, 2012 at 03:34 | #17

    compossers name i cant find in the description because the song ,lyrics voice everything is good but actually the composition is very hard very difficult to sing after listening first time

  18. alka trivedi
    March 29th, 2012 at 03:36 | #18

    mention compossers name composition is very tough extraordinary compossition each song description must be mentioned with taal in sugam sangit tabla are important

  19. sachin vinchhi
    July 19th, 2012 at 15:17 | #19

    વાહ ખુબજ સુંદર ગીત છે.
    મારી વહાલી ગાયત્રીબેન નું પ્રિય ગીત.

  1. June 24th, 2009 at 06:44 | #1