Home > ગઝલ, પંકજ ઉધાસ, શોભિત દેસાઈ > રૂપ કૈફી હતું – શોભિત દેસાઇ

રૂપ કૈફી હતું – શોભિત દેસાઇ

November 2nd, 2007 Leave a comment Go to comments

સ્વર : પંકજ ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“બચ્યા છે કેટલાં એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું”

રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી

આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી

જોતજોતામાં બસ એ રિસાઇ ગઈ, પણ દૂર જઈ ના શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢું છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

Please follow and like us:
Pin Share
  1. ramesh shah
    November 2nd, 2007 at 16:50 | #1

    શોભિત દેસાઈ ની રચના માટે તો કંઈજ કહેવાનુ ન હોઈ પણ માફ કરજો મનહરભાઈ નો અવાજ અને તર્જ ગઝલ ને અનૂરૂપ ન લાગ્યા.

  2. November 2nd, 2007 at 16:56 | #2

    રમેશભાઈ,

    સ્વર મનહર ઉધાસનો નહી પણ પંકજ ઉધાસનો છે. આ ગઝલ પંકજ ઉધાસના પ્રથમ આલ્બમ ‘રજુઆત’ માંથી લેવામાં આવી છે. તર્જ બાબતે કંઈ પણ કહેવા હું સમર્થ નથી.

  3. Pranali
    November 3rd, 2007 at 11:21 | #3

    તમારો ખુબ ખુબ અભાર. ખુબ જ સરશ રચના છે.

  4. ramesh shah
    November 3rd, 2007 at 14:35 | #4

    ભાઈ નિરજ,
    ધ્યાન ખેંચવા બદલ આભાર. સ્વર મનહરભાઈ નો હોઈ કે પંકજભાઈ નો, લગભગ એક સરખો જ લાગે છે અને મેં ઉપર વાંચ્યુ પણ નહી?

  5. Dhwani joshi
    November 4th, 2007 at 10:29 | #5

    વાહ દોસ્ત્.. મારી ગમતી ગઝલ્. ધ્ન્યવાદ્ ખુબ જ સરસ્.

  6. December 22nd, 2009 at 06:18 | #6

    આ ગઝલ ના સામ્ભ્લુ તો દિવસ પુરો નથેી થતો. ખુબજ આભાર્.

  7. Shrenik SHAH
    February 1st, 2010 at 09:51 | #7

    ખુબ જ સુન્દર અને અદભુત વર્ણન. આભાર

  8. MAYUR MARU
    September 5th, 2012 at 23:51 | #8

    શોભિત લખે છે, ” તમે છો એવો ભ્રમ ફિક્કો ના લાગે એટલા માટે,
    તમારી શક્યતા માં બસ હું થોડો ભેજ લઇ આવ્યો” શોભિત ની શબ્દ રચના માટે
    સલામ. આ ગીત મેં ૧૯૭૧ માં એ આઈ આર પર આ માસના ગીતો કાર્યક્રમમાં
    આશિત પાસેથી સાંભળેલું. મયુર મારું

  1. No trackbacks yet.