Home > ગીત, દિપાલી સોમૈયા, નીનુ મઝુમદાર > મારા સાહ્યબાની પાઘડીએ – નીનુ મઝુમદાર

મારા સાહ્યબાની પાઘડીએ – નીનુ મઝુમદાર

November 14th, 2007 Leave a comment Go to comments

સ્વર: દિપાલી સોમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સોનેરી રંગ સાંજનો, ફૂલ ગુલાબી પ્રભાત
નીલ રંગનું આભલું, શ્યામલ વરણી રાત
સઘળા રંગો મેળવ્યાં, દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી, કોઈ અનોખી ભાત

મેં તો રંગ્યો હતો એને દિલડાની સંગ
તોયે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ..

રંગ તો એવો જાલિમ જાણે જમદૂતે ઝંખેલો
ક્યાંકથી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો
એના ઝેરની ઝાપટ લાગી મુને ફૂટ્યો અંગેઅંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ..

ચાર દિશામાં કયાંય નહી ને મેઘધનુમાં નહોતો
વાલમને મન એજ વસ્યો ને એજ રહ્યો રંગ જોતો
એનો ડાઘ પડ્યો તે મૂળથી ધોવા મથી રહી હું દંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ..

રંગની ઉપર રંગ ચડે તે મૂળનો તો રંગ ધોળો
સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો
કોઈ ભીલડી આવી ભોળવી એના તપનો કીધો ભંગ
મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ..

Please follow and like us:
Pin Share
  1. January 16th, 2008 at 16:47 | #1

    આ ગીત પણ કૌમુદીબેનના સ્વરે સાંભળ્યું છે.

  2. ashutosh
    September 3rd, 2009 at 18:19 | #2

    deepali u are a good singer, but this song …. khas jamyu nahi

  3. Rajul Chhaya
    November 18th, 2010 at 04:11 | #3

    આ રચના શ્રીમતી રાજુલબેન મેહતા ના સ્વર માં પણ સાંભળી છે. શ્રીમતિ વીનાબેન મેહતા નાં નવરાત્રી નાં ગરબા ભાઈદાસ સ્ભાગ્રહ માં થતા હતા, ૧૯૬૫ – ૧૯૭૫ દરમિયાનના એક પ્રોગ્રામ માં રાજુલબેને યુવતીઓના ગરબા માટે! શું જમાનો હતો !!! ખૂબ સુંદર કલ્પના અને પ્રેમ રસ થી ભરપુર. મજા આવી, પણ આગલી ટીપ્પણી પ્રમાણે, શ્રીમતી કૌમુદીબેન મુનશી અને રાજુલબેન મેહતા ના લય ની તોલે કોઈ ના આવે. એક ગુજારીશ છે, જો આપની પાસે પુરૂસોત્તમ ઉપાધ્યાય, પીનાકીન શાહ અને આશિત દેસાઈ ( જો ભૂલ નાં થઇ હોય તો) ની ” ઓલ્યા માંડવા ની જુઈ” સંભાળવાની અપેક્ષા થઇ શકે?

  4. Rajul Chhaya
    November 18th, 2010 at 04:57 | #4

    રાજુલબેન મેહતા ના સ્વર મા પણ ગવાયું છે. ૧૯૬૭-૧૯૭૫ દરમિયાન વિલેપાર્લે મુંબઈ ના ભાઈદાસ સભાગ્રહા મા નવરાત્રી દરમિયાન, શ્રીમતી વીનાબેન મેહતા ના ગરબા નું આયોજન થતું હતું ત્યારે, ખુબજ સરસ રચના સંકલન અને સ્વર નો મેળ, વાહ વાહ સિવાય બીજા શબ્દો નથી! સાંભળવાની મજા આવી પણ કૌમુદીબેન અને રાજુલબેન ની તુલના અતુલ્ય છે! પરંતુ આપની મહેનત પણ અતુલ્ય છે. આભાર

  5. Rajul Chhaya
    November 20th, 2010 at 15:36 | #5

    સુંદર રચના સુંદર સ્વર પણ કૌમુદીબેન અને રાજુલબેન મેહતા સાથે તુલના ના થાય! પણ આ પ્રયત્ન અને મહેનત ની દાદ દેવી પડે!

  1. No trackbacks yet.