Home > આશિત દેસાઈ, આશિત દેસાઈ, ગીત, સમન્વય ૨૦૦૫, સુરેશ દલાલ > આંખ તો મારી આથમી – સુરેશ દલાલ

આંખ તો મારી આથમી – સુરેશ દલાલ

February 8th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૫
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:આશિત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


આંખ તો મારી આથમી રહી, કાનના કુવા ખાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે હમણા હું તો ચાલી ચાલી.

શ્વાસના થાક્યા વણઝારાનો નાથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને હવે સ્પર્શ નાકથી વર્તાતો.
સુક્કા હોઠની પાસે રાખો ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે હમણા હું તો ચાલી ચાલી.

નસનાં ઘોરી રસ્તા તૂટ્યાં, લોહીનો ડૂબે લય,
સ્મરણમાં કાઈ કશું નહીં, વહી ગયેલી વય.
પંખી ઉડ્યું જાય ને પછી કંપે જરી ડાળી,
એક પછી એક ઇન્દ્રિય કહે હમણા હું તો ચાલી ચાલી.

Please follow and like us:
Pin Share
  1. February 8th, 2010 at 13:39 | #1

    સુન્દર રચના…!!

  2. September 22nd, 2012 at 10:52 | #2

    વિદાય સાથે સત્ય ની સુંદર યાદ કરાવતું ગીત.

  3. September 22nd, 2012 at 16:59 | #3

    Atyant sunder bhavvahi kavya! Aabhar.

  4. jitendra mehta
    August 10th, 2013 at 10:31 | #4

    અત્યંત સુન્દેર એન્ડ ઓફ life

  5. Bharati Sodha
    November 7th, 2013 at 16:57 | #5

    Very touchy lyrics and beautiful composition and presentation.

  6. Mahendra Patel
    July 30th, 2014 at 20:41 | #6

    જીંદગી ની સચ્ચાઈ દર્શાવતું સુન્દેર ગીત.

  1. No trackbacks yet.