Home > ગીત, દિપાલી સોમૈયા, લતા મંગેશકર, હરિન્દ્ર દવે > રૂપલે મઢી છે સારી રાત – હરીન્દ્ર દવે

રૂપલે મઢી છે સારી રાત – હરીન્દ્ર દવે

November 19th, 2007 Leave a comment Go to comments

સ્વર: દિપાલી સોમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સ્વર: લતા મંગેશકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સૂરજ ને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત રે..
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનું ઢુંકડૂં ન હોજો પરભાત..

વેળા આવી તો જરા વેણ નાખો વાલમા,
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા,
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર..દૂર દૂર..
એની મોરલીને સૂરે કરો વાત રે..
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનું ઢુંકડૂં ન હોજો પરભાત..

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવા રે મહોબ્બતનાં તાણ જરા જોઈ લઉં,
મ્હારા કિનાર રહો દૂર નિત દૂર દૂર..દૂર દૂર..
રહો મજધારે મ્હારી મુલાકાત રે..
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢુંકડૂં ન હોજો પરભાત..

Please follow and like us:
Pin Share
  1. dinesh patel,atlanta
    November 19th, 2007 at 15:02 | #1

    કેવી છે આ રાતની મુલાકાત

    કે મહોબ્બતની ખૂટતી નથી આ વાત

    ફક્ત બાકી છે થોડી પળો અને

    મારે ડુબવું છે

    મધરાત,

    મધદરિયે

    તારી સંગાથની રાત….

    બહુ જ સરસ ગીત.

    આભાર, નીરજ.

  2. November 19th, 2007 at 16:01 | #2

    સરસ ગેીત છે …. લતાજેી ના સ્વર મા પણ સરસ છે…

  3. November 19th, 2007 at 23:21 | #3

    બન્ને મારા પ્રિય સિઁગર્સ છે..!

  4. November 20th, 2007 at 05:10 | #4

    રહે ના જાયે તેરી મેરી બાત આધી, મુલાકાત આધી

    રચના બહુ જ સરસ છે.

    કેતન

  5. Dashrath Panchal
    July 16th, 2008 at 20:52 | #5

    The moments of true love dosen’t matter how long they are always feel short.

  6. bimal vaishnav
    December 25th, 2010 at 08:52 | #6

    નીરજ ,
    ગૂડ જોબ
    hmv has lost all gujarati archives in fire.હવે બધે ભીખ માંગે છે its nice to listen songs of original tracks with original artiste.how about hutututu by mannadey?.

  7. Nafees
    July 1st, 2011 at 23:03 | #7

    વાહ દીપાલી બેન, બવ મીઠો અવાજ છે તમારો અને આ મારૂં ગમતું ગીત પે’લાં લતાબેનના અવાજમાં સાંભળીયું હતું, પણ ગુજરાતી જેની માદરીજુબાન હોય ઇના ઉચારમાં ગાણું હાંભળી ઘણો આનંદ આવીયો. ઇ ફેર તો અમારા જેવા જુના કાઠીયાવાડના જણ જ પારખી હકે. નીરજભાઇ તમારા શુક્રિયા. એ જ લિ. નફીસ નૈરોબી.(આમ તો નૈરોબીવાળા અટક છે, પણ હંધાયે મળીને ટૂંકાવી નાઇખું તેથી ઇ જ વાપરીએ છીએ.)

  8. hassan
    July 16th, 2012 at 14:34 | #8

    લતા જી ની માતૃભાષા ગુજરાતી ન હોય, અહીં દિપાલી મેદાન મારી ગઈ છે . દિપાલી ને દસ અંક માં થી ૮ અને લતાજી ને ૬ આપું છું .

  1. No trackbacks yet.