Home > ગઝલ, જગજીત સિંહ, મરીઝ > બસ એટલી સમજ મને પરવરદિગાર દે – મરીઝ

બસ એટલી સમજ મને પરવરદિગાર દે – મરીઝ

November 20th, 2007 Leave a comment Go to comments

સ્વર: જગજીત સિંહ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે.

પિઠામાં મારું માન સતત હાજરીથી છે,
મસ્જીદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામા કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

Please follow and like us:
Pin Share
  1. himanshu
    November 20th, 2007 at 13:54 | #1

    Only Mariz can say this so candidly,frankly and openly!.I recently saw gujarati play names Mariz at Prithvi.Here great challanges have been welcomed.In the albam Sajadda,there is a line..Dard say mera daman bhar de ya allah.Ya fir diwana kar de ya allah!.Thanks.

  2. November 21st, 2007 at 04:39 | #2

    નવરાશ છે હવે જરા સરખામણી કરુ….

    બહુ જ સરસ લખ્યુ છે, દાદ આપવી જ પડે આપણા ગુજરાતી સાહિત્ય ના મિર્ઝા ગાલિબ ને.

  3. Dick Sharad
    December 7th, 2008 at 20:22 | #3

    બહુ જ સરસ! પણ શ્યામલ-સૌમિલની ગાયેલી તરજ વધારે સુન્દર છે.
    It is good to see that Jagjit is interested in Gujarati sujam sangeet. Perhaps Shyaamal-Saumil are the ones who introduced him to our lyrics through their world-class series, Hastaakshar, in which he sang the theme song written by Shyaamal.

  1. No trackbacks yet.