Home > ગીત, લતા મંગેશકર, હરિન્દ્ર દવે > એક રજકણ – હરિન્દ્ર દવે

એક રજકણ – હરિન્દ્ર દવે

December 4th, 2007 Leave a comment Go to comments

સ્વર: લતા મંગેશકર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઈ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોશી
ચહી રહે ઘન રચવા
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા

વમળ મહીં ચકરાઇ રહે એ કોઈ અકળ મૂંઝવણે.
એક રજકણ…

જ્યોત કને જઈ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઈ લ્હાય
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય

ચકિત થઇ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
એક રજકણ…

Please follow and like us:
Pin Share
  1. Aruna Dhru
    October 11th, 2008 at 16:57 | #1

    ભાઈશ્રી નિરજ્ભાઈ,
    ઘના સમય પચ્હી આ સુન્દર ગીત સાન્ભલ્વાનિ મજા આવી. અસત્યો મહેથી કવિતા આખી આપને સ્મરાન્જલિકા ની સીદી માન થી મલશે.ફરીથી ધન્યવાદ.

    અરુના ના નમસ્કાર,

  2. January 28th, 2009 at 13:14 | #2

    ભાઈશ્રી,
    કોઈ પણ ગીત સાંભળવા માટે, પ્‍લે પ્‍ાર ક્લીક કરતા ફાઈલ નોટ ફાઉન્‍ડ એવુ લખેલુ આવે છે.

  3. Meeta Oza
    May 17th, 2009 at 03:28 | #3

    શ્રિ. નિરનજનભાઇ,
    બહુ નાનપન થિ આ ગિત્તો માત્ત ઘેલચ્હા હતિ. તમે અમને અમારા બાલપન સાથે જોદ્દ્યા,તમારો ખુબખુબ આભાર.

    મિતા ઓઝાના સ્નેહ વન્દન્.

  4. Prashant Pandya
    April 1st, 2010 at 09:05 | #4

    ખુબ સારો પ્રયાસ છે . ગુજરાતી સાહિત્ય અને સુગમ ગીતો ને વૈશ્વિક ફલક ઉપર મુકવા માં વેબ પોર્ટલ ઉપયોગી થશે . અભિનંદન

  5. June 1st, 2010 at 10:35 | #5

    I love this geet and sung by Lataji amazing …………..superbbbbbb

  6. chandrakant
    March 5th, 2012 at 02:27 | #6

    બહુજ સુંદર કાવ્ય – ગીત . ઉમાશંકર નું કાવ્ય અને લતાજી ના સુર – સોનામાં સુગંધ . ઉમાશંકર નું નિશીથ કાવ્ય સંગ્ર એ અવ્લોકિક છે.

    મોડી મોડી આ વેબ સાઇટ ની જાણ થઇ . સાંભળી ઘણોજ આનદ માનીએ છી.
    આભાર .

  7. dyuti acharya
    May 22nd, 2012 at 11:10 | #7

    આભાર નીરજભાઈ અતિ સુંદર રચના .વારંવાર સાંભળવાનું મન થાય છે લતા જીની ગુજરાતી રચના ,શુદ્ધ ઉચ્ચાર અન્ય એ સાંભળવા જોઈએ

  8. January 3rd, 2015 at 19:12 | #8

    સંગીત નો સ્વર્ગીય આનંદ એ પણ માત્રુભાષા માંજ
    અદભૂત…૨૪ કેરેટ સોનુ…
    લિન્ક ને બદલે સોન્ગ save થવુ જોઇએ થતુ નથી નહીતર ઓફ લાઇન મા માણીએ…
    આભાર…

  1. No trackbacks yet.