Home > ગઝલ, રાજેન્દ્ર શુક્લ, શ્યામલ મુન્શી, સૌમિલ મુન્શી > સભર સુરાહિ – રાજેન્દ્ર શુક્લ

સભર સુરાહિ – રાજેન્દ્ર શુક્લ

December 5th, 2007 Leave a comment Go to comments

સ્વર: સૌમિલ – શ્યામલ મુનશી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સભર સુરાહિ લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
વનવન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.

લખચોરાશી લખત લખત ચખ વેધત રે લખ સકલ,
અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.

ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન દર દર ઉડે,
અષ્ટ પાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.

સાંસ ઉસાંસ ચલાવત છુવત ઝિલમિલ સાતોં ગગન,
વિહંસ વિહંસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.

કંહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ
સૂર મિલાવી ગાઓ, પ્રિયજન! સચિદનંદા ગઝલ
————————————-
કવિશ્રી રાજેન્દ્ર શુક્લ ગુજરાતી સાહિત્યનાં ઋષિ સમાન કવિ છે. ગુજરાતી સાહિત્યમાં ભાગ્યેજ કોઈ એવો પુરસ્કાર હશે જે તેમને અર્પણ ન થયો હોય. તેમનાં સુપુત્ર ધૈવતભાઈ શુક્લ એ કવિશ્રી ની પોતાની વેબસાઈટ રાજેન્દ્રશુક્લ.કોમ બનાવી છે. ત્યાં આપને કવિ પરિચય તેમજ કવિશ્રીની વધુ રચનાઓ તેમનાં પોતના જ સ્વરમાં સાંભળવા મળશે. તો રાજેન્દ્ર શુક્લ.કોમ ની મુલાકાત લેવાનું ચુકતા નહીં.

Please follow and like us:
Pin Share
  1. December 5th, 2007 at 12:23 | #1

    wow, great. તમારા કલેક્શનને માની ગયા.

    great great great. Sangeet ane Gayeeki no bahuj sundar samanvyay che.

    keep posting such a nice collection niraj.

  2. December 16th, 2007 at 04:52 | #2

    અલ્ફાતૂન્…

  3. August 15th, 2008 at 15:16 | #3

    અદ્.ભૂત સ્વરાંકન …..
    શબ્દ અને સૂર બન્ને એકબીજા માટે સર્જાયા છે.

  4. ramesh
    September 18th, 2008 at 10:35 | #4

    જોરદાર … જોરદાર ….

  5. Dick Sharad
    March 19th, 2009 at 00:52 | #5

    સભર સુરાહઈ,a lesser known but a top-notch piece! Great to know about Rajendra Shukla’s website. Thanks.

  6. June 10th, 2009 at 15:13 | #6

    Interesting composition. Enjoyed. Thanks Niraj.

  7. યજ્ઞાંગ પંડયા
    March 28th, 2011 at 15:51 | #7

    શબ્દો , કોમ્પોઝીશન અને ગાયકી માટે માત્ર ત્રણ વાત …
    અદભૂત અદભૂત અદભૂત …
    અદભૂત રણકાર
    અદભૂત આભાર ….

  1. August 15th, 2008 at 04:25 | #1