Home > આદિલ મન્સુરી, આમંત્રણ, ગઝલ, મનહર ઉધાસ, સૈફ પાલનપુરી > આપનું મુખ જોઈ – આદિલ મન્સૂરી

આપનું મુખ જોઈ – આદિલ મન્સૂરી

April 16th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:આમંત્રણ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


“દિલને ગમતીલો ઘાવ ત્યાં ઘેરો ન મળ્યો,
માત્ર એકાંત મળ્યું, કોઈ ઉમેરો ન મળ્યો;
આપણા યુગનું આ કમભાગ્ય છે કેવું ભારે?
કે ગયા ચાંદ સુધીને કોઈ ચહેરો ન મળ્યો.”
-સૈફ પાલનપુરી

આપનું મુખ જોઈ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે,
આંખ ખોલું છું તો સ્વપ્ના જાય છે.

આપ શું સમજો હૃદયની વાતમાં?
આપને ક્યાં દર્દ જેવું થાય છે.

આંસુઓમાં થઈ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

દુ:ખ પડે છે એનો ‘આદિલ’ ગામ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

Please follow and like us:
Pin Share
  1. April 19th, 2010 at 05:38 | #1

    સુંદર મજાની રચના અને ગાયકી…

  2. April 22nd, 2010 at 18:26 | #2

    Evergreen Gazal of Adilsaheb.

  3. maan patel
    June 21st, 2010 at 04:30 | #3

    mast gajal se sabhaliya pachi lage hu pote kase chandani raat ma hov mari dost sathe wow reali good ….

  4. Kiran Chavan
    December 16th, 2013 at 05:25 | #4

    sundar gazal sathe,surilo swar..superb.

  5. dip’s parmar
    June 14th, 2017 at 19:54 | #5

    સુંદર ગઝલ

    જબરદસ્ત આવાજ સાથે વાહ મનહર સાહેબ

  6. Rathod prakash
    January 12th, 2018 at 18:48 | #6

    Vaaah moj vaaah

  1. No trackbacks yet.