મા ભોમ ગુર્જરી નમો નમો – ઈંદિરાબેટીજી
સૌ મિત્રોને ગુજરાતદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

(ફોટો: સ્વર્ણિમ ગુજરાત )
સ્વરાંકન: આશિત દેસાઈ
સ્વર: હેમા દેસાઈ, આશિત દેસાઈ, ચંદુ મટ્ટાણી
મા ભોમ ગુર્જરી નમો નમો
હે વિશ્વ મધુરી નમો નમો
તવ રગ રગ રેવા ધસમસતી
તવ ખોલે તાપી ઊછળતી
તવ જલધિતરંગે હેત ભરી
અમૃતની ઝરણી નીતરતી
હે વિશ્વમંજરી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…
તવ મસ્તક પાવા ઈડરિયો
ગઢ ગિરનારી ટોપી ઝગતી
તું શત્રુંજય સાપુતારા
ગિરિમાળાના શિખરે રમતી
હે વિશ્વનિર્ઝરી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…
તું કૃષ્ણની કર્મભૂમિ થઈને
તું મુકુટસમી જગમાં દીસતી
તું ગાંધીની જનની મીઠી
તવચરણે દુનિયા સહુ નમતી
હે વિશ્વવલ્લરી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…
તવ મુખમાં નર્મદ – નરસિંહની
કોઈ પંક્તિ રસવંતી વહેતી
તું શૌર્યભરી, તું સ્નેહ ભરી
તું દયારામ – ગરબે ઘૂમતી
હે વિશ્વબંસરી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…
તું પ્રેમમયી તું પ્રાણમયી
તવ બાળને માથે કર ધરતી
હું શ્રાવણી તું જનની મોરી
તવ ચરણે શીશ ધરી નમતી
હે વિશ્વદુલારી નમો નમો
મા ભોમ ગુર્જરી નમો નમો…
Related posts:









બધા ને સ્વર્ણિમ ગુજરાત ના આ ઐતિહાસિક પર્વ પર મારા તરફ થી ખુબ ખુબ શુભેચ્છા…
જય જય ગરવી ગુજરાત …ગુજરાત દિન ની ખુબ ખુબ શુભકામનાઓ
All Good wishes on Gujarat 50th Anniversary celebration.
સુંદર ગુર્જરગીત… ગુજરાતદિનની હાર્દિક શુભેચ્છાઓ.
કોડીઓથી રમતા રમતા મળી ગયેલું મોતી.
આભાર.
A.D nun melodious and befitting composition.
ગુજરાતીઓ ને અભિનંદન !!!! ગુજરાતીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું છે તેમાં તેઓની સાહસિકતા તથા ભાવના કામ આવી છે
અપને બધા ગુજરાતીઓ ભેગા થઇ સ્વર્ણિમ સંકલ્પ કરીએ ગુજરાતને પ્રગતિના નવા સોપાન ઉપર લઇ જઈએ.
વિશ્વગુર્જરીને સ્વર્ણિમ ગુજરાતના શુભ અવસર પર શુભકામનાઓ.
આધુનિક ગુજરાતના નિર્માણમાં યથાયોગ્ય ફાળો અર્પનાર સ્વ.ગુર્જરોને ભાવાંજલિ.
આવો…વર્તમાન ઉણપોને નિવારવા કમર કસીએ અને
નવી પેઢીને રૂડું…રળિયામણું…હરિત ગુજરાત વારસામાં આપીએ.
આભાર.
ગુજરાત દિન નિમિતે શુભ કામના અને સૌ ગુજરાતીઓ ને અભિનંદન , અપને સૌ સાથે મળી ને ગુજરાત નું નામ વિશ્વા માં રોશન કરીએ .