Home > આલાપ દેસાઈ, આશિત દેસાઈ, ઉદ્દયન ઠક્કર, ગઝલ, સમન્વય ૨૦૦૯ > રોજ સાંજે પંખીઓના – ઉદ્દયન ઠક્કર

રોજ સાંજે પંખીઓના – ઉદ્દયન ઠક્કર

આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વરકાર:આશિત દેસાઈ
સ્વર:આલાપ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વૃક્ષની માલિકી બાબત માંગણીઓ થાય છે.

હસ્તરેખા જોઈને સુરજને કુકડાએ કહ્યું,
આભના પ્રરબદ્ધમાં બહુ ચડઉતર દેખાય છે.

બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપીયું,
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે.

ક્યાંક જાતો હશે એ માનીને ચાલ્યો હતો,
પણ હવે રસ્તો પૂછે છે, ભાઈ તું ક્યાં જાય છે?

Please follow and like us:
Pin Share
  1. May 5th, 2010 at 07:10 | #1

    બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપીયું,
    ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે.

    – આ તો કંઈ અદભુત શેર છે ને, દોસ્ત!!!

  2. Jagruti Fadia
    May 5th, 2010 at 09:20 | #2

    બાલદી, શીશી વી આમ તો કવિતામાં કઠે, પણ સ્વરાંકન એટલું સુંદર છે કે આ શબ્દોમાં પણ કાવ્યત્વ લાગે !! આલાપના કંઠનો જાદૂ પણ દેખાય છે !! Well done !!

    @વિવેક ટેલર

  3. sudhir patel
    May 6th, 2010 at 02:52 | #3

    ગાયકી અને ગઝલ બંને સુંદર!
    સુધીર પટેલ.

  4. May 25th, 2010 at 09:48 | #4

    ખરેખર ખુબ જ સુંદર…..
    સીમા

  5. Ramesh Desai
    September 26th, 2011 at 15:55 | #5

    wonderful masculine voice like his dad

  6. pranav desai
    March 2nd, 2017 at 18:59 | #6

    સુંદર

  7. રાયશીભાઈ ગડા
    August 27th, 2017 at 12:17 | #7

    સુંદર કલ્પના

  1. May 4th, 2010 at 08:24 | #1