Home > અમર ભટ્ટ, ગીત, ચંદ્રકાન્ત શેઠ, શબ્દનો સ્વરાભિષેક > નભ ખોલીને જોયું – ચંદ્રકાન્ત શેઠ

નભ ખોલીને જોયું – ચંદ્રકાન્ત શેઠ

આલ્બમ:શબ્દનો સ્વરાભિષેક
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી.

સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં;
આ એવો ચમકાર?
કશુંયે ચમકે નહીં;
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયા નૂર, નજર એ નથી નથી.

લાંબી લાંબી વાટ,
પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલા ક્યાં જાય?
મને સંજય નહીં;
આ તે કેવા દેશ? દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ! હું જ ત્યાં નથી નથી.

Please follow and like us:
Pin Share
  1. Daksha Sevak
    July 12th, 2010 at 18:04 | #1

    ખુબ સુંદર ગીત, આત્માની ઊંડાઈ અને વેદો નો સાર.

  2. Daksha Sevak
    July 12th, 2010 at 23:37 | #2

    ખુબ સુંદર ગીત, આત્માની ઊંડાઈ અને વેદો નો સાર. છેલ્લી બે પંક્તિમાં આત્માના દર્શન છે

  3. Lalit Nirmal
    February 25th, 2017 at 10:58 | #3

    અતિ સુંદર શબ્દો અને અતિ સુંદર સ્વરાંકન અને ગાયકી
    આભાર
    લલિત Nirmal

  1. No trackbacks yet.