તકદીર ખુદ ખુદાએ લખી – જલન માતરી
સ્વરાંકન / સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી
સારું થયું કે કોઈ આ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા,
કે મારવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવ શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.
મૃત્યુની ઠેસની વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
Related posts:








ત્યાં સ્વર્ગ ના મળે તો … મારવાની કે મરવાની …શબ્દ આવે….?
કુરાનમાં તો ક્યાંય પયમ્બર કે પયગંબરની સહી નથી….?
કોઈ ભૂલ શોધવા કોશીશ નથી કરી, ખુબજ સારી રચના લાગી પરંતુ શબ્દમાં કશું ખૂટતું લાગતા ધ્યાન દોરવા કોશિશ કરેલ છે…
જનાબ જલન માતરીસાહેબની, જેટલીવાર સાંભળીએ એટલીવાર દિલ બાગબાગ કરી ગઝલયતનો એક અનેરો આનંદ આપતી ખુમારીસભર ચીરયૌવના ગઝલ…..
આભાર….રણકાર.
સરસ ગઝલ વારવાર સાંભળવાની મઝા આવે, સરસ ગાયકી પણ આનદ આપી જાય છે આભાર……..
Nice one…
મજા આવી ગઈ ….વાહ .વાહ.શું ગીત ……. શું ગાયકી …….