Home > અનુરાધા પૌંડવાલ, ગઝલ, મનહર ઉધાસ, શયદા > આપ અથવા આપની – શયદા

આપ અથવા આપની – શયદા

January 3rd, 2008 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ, અનુરાધા પૌંડવાલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આપ અથવા આપની જો યાદ તડપાવે નહીં,
તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં.

મેં કહ્યું નરમાશથી મારું હૃદય લેશો ભલા,
ગર્વથી એણે કહ્યું ના કોઈપણ ભાવે નહીં.

કોઈનો દેખાવ સારો હોય પણ વિશ્વાસ શું?
માનવી તો વર્તને વર્તાય, દેખાવે નહીં.

આંખનાં એકજ ઇશારે આવી પડશે પગ ઉપર,
આપ કાં કો’છો કે હૈયું હાથમાં આવે નહીં.

પ્રેમભીની આંખડી પથરાઈ રહી છે માર્ગમાં,
એ ભલેને જીભથી ‘શયદા’ને બોલાવે નહીં.

Please follow and like us:
Pin Share
  1. January 3rd, 2008 at 14:30 | #1

    nice gazal..

  2. January 4th, 2008 at 09:02 | #2

    આપ અથવા આપની યાદ તડપાવે નહી તો..

    બહુ જ સરસ ગઝલ માણવાની મળી..

    composition પણ સરસ છે.

  3. Vipul
    January 7th, 2008 at 10:36 | #3

    આપ અથવા આપની યાદ……..પ્રિય ની યાદ અપાવે…..

    સરસ ખુબ સરસ……….

  4. bhavik patel
    January 10th, 2008 at 01:18 | #4

    યાદ તો હવે તડપાવા ની….નહી રહેવાય

  5. December 23rd, 2009 at 05:39 | #5

    જબરજસ્ત …..

  6. December 23rd, 2009 at 05:40 | #6

    @Vipul
    પ્રિત કરિ હોય તો યાદ આવે ને ભૈઇ

  7. Umesh Gohel
    February 17th, 2011 at 11:36 | #7

    ગઝલ નો જવાબ નથી ………શું કહું મનહર ઉધાસ તમને તમારા અવાજ નો જવાબ નથી. એમ થાય છે કે સાંભળ્યાજ કરીએ.

  8. April 25th, 2014 at 11:29 | #8

    ખુબ જ સુંદર ગઝલ ……..

    કોઈ નો દેખાવ સારો હોય પણ વિશ્વાસ શું…….???????/

    શું વાત છે ખુબ સુરીલી રજૂઆત ……………

  9. pratap sutar
    April 22nd, 2016 at 13:52 | #9

    Manhar udhas ji no koi j vikalp nathi. Sundar ati sundar!!!!!
    Emni badhi j gazlo super hit chhe.

  10. Harish Modha
    August 30th, 2017 at 03:13 | #10

    સુંદર રચના.સુંદર રજુઆત.

  11. Rathod prakash
    January 12th, 2018 at 18:46 | #11

    Khub sundar gazal se

  1. No trackbacks yet.