પઢો રે પોપટ રાજા રામના – નરસિંહ મહેતા
સ્વર: પ્રફુલ દવે
પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે
પાસે બાંધીને પાંજરું રે મુખે રામ જપાવે
હેજી પઢો રે પોપટ રાજા રામના..
પોપટ તમારે કારણે, લીલા વાંસ રે વઢાવું,
એનું રે ઘડાવું તમારું પાંજરું રે, હીરાલા મોટી રે મઢાવું
હેજી પઢો રે પોપટ રાજા રામના..
પોપટ તમારે કારણે શી શી રસોઈ બનાવું?
સાકારના રે કરીને ચુરમા રે ઉપર ઘી પીરસાવું
હેજી પઢો રે પોપટ રાજા રામના..
પંખ પીળીને પગ પાંડુરા, કોટે કાંઠલો કાળો
નરસૈયાના સ્વામીને ભજો રાગ તમે તાણીને રૂપાળો
હેજી પઢો રે પોપટ રાજા રામના..
Related posts:









કયા રાગ માં આ પઢો રે પોપટ નાર્શીંહ મેહતા નું કાવ્ય ગવાય છે?
શ્રી નરસિંહ મહેતાના ભજનમાં ગ્રામ્યજીવનના ધબકારનો રણકો સંભળાય છે.
સુશ્રી દમયંતી બરડાઈના સ્વરમાં વધુ કર્ણપ્રિય અને તળપદી લાગે છે.
પ્રફુલભાઈ ના કંઠ માં ગવાયેલ પ્રભાતિયું ખુબજ સુદર છે.
aavkaro praful dave song
please parful dave padho ne popat raja ram na my e-mail
અતિ સુન્દેર અ ગીત મેં આજે ઘણા વર્ષે જોયું જે મેં મારા બાપુજી પાસેથી નાનો હતો તીયારેસભેલ. થન્ક્સ અ લોટ .
This is sung in grand style. This transforms us to school days.
સારી કવિતા હતી. શાળા માટે કામ આવી. ખાસ કરીને સેમેસ્ટર માં કામ લાગી.