Home > ગીત, નયનેશ જાની, શુકદેવ પંડ્યા, સમન્વય ૨૦૦૯ > માણસ તો સમજ્યા – શુકદેવ પંડ્યા

માણસ તો સમજ્યા – શુકદેવ પંડ્યા

આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વર:નયનેશ જાની

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


માણસ તો સમજ્યા ચીતરી શકાય
કેમ ચિતરવું માણસના મનને,
ચરણો તો ચાહો તેમ ચલવી શકાય
કેમ ચીલે ચલવું પવનને.

મહોરાંમાં ચહેરો, ચહેરામાં મહોરું
ઉપર તો ભીનું પણ ભીતર તો કોરું,
બાંધે એ બંધ પછી તોડે સંબંધ
એને માનવું શું છેટું કે ઓરું.
પગલાં તો સમજ્યા પામી શકાય
કેમ પામવું આ મનના ગગનને.

ઝાકળથી ઝીણું ને પાણીથી પાતળું
પકડો તો મુઠ્ઠી રહે ખાલી,
પીંછું પકડ્યાથી પંખી ઓછું પકડાય
પડછાયો દે સદા તાલી.
ચીતરેલો માણસ તો ફ્રેમમાં મઢાય
શેમાં મઢવું આ માણસના મનને.

Please follow and like us:
Pin Share
  1. July 28th, 2010 at 11:31 | #1

    વાહ સરસ…
    I LIKE THIS ONE ….

  2. July 28th, 2010 at 11:42 | #2

    વાહ .. સુંદર શબ્દો..

  3. vipul acharya
    July 30th, 2010 at 12:01 | #3

    સુંદર કવિતા છે .

  4. July 31st, 2010 at 00:37 | #4

    બહુ સરસ રચના છે .
    શબ્દો અને મન ની મથામણ ને સુંદર રીતે રજુ કરી છે.
    મન ને સ્પર્શી ગયી.
    અબહાર.

  5. nilam doshi
    August 2nd, 2010 at 12:47 | #5

    like this song too much….

    thanks, nirajbhai…

  6. priti shah
    March 8th, 2012 at 02:27 | #6

    jetlu arthsabhar ne marmsabhar geet etlu j marmgrahi ane arthvahi swarankan shabdkar ane swarkar ni aavi jodi jane sona ma sugandh bhali manas na man ne bhale na kali shakay pan ahi kavi ane sangeetkar e ekbijane barabar aatmasat kari lidha chhe kahevu pade bhai vah

  1. No trackbacks yet.