Home > ગઝલ, મનહર ઉધાસ, શીતલ જોષી > જ્યારે જ્યારે તારી યાદ આવે છે – શીતલ જોષી

જ્યારે જ્યારે તારી યાદ આવે છે – શીતલ જોષી

January 7th, 2008 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

જ્યારે જ્યારે તારી યાદ આવે છે,
મનમાં આખું અમદાવાદ આવે છે.

ગઝલ લખું છું હું તો તારું નામ લઈ
નામ વિન સ્હેજે ક્યાં સ્વાદ આવે છે.

ઝુલ્ફ ભીની તું ઝરુખેથી સંવારે છે
ને શહેર આખામાં વરસાદ આવે છે.

કાશ તું આ ઘડીયે આજે સાથ હોતે
યાદો થઈ હોઠે ફરિયાદ આવે છે.

આંખમાં ‘શીતલ’ જરા લહેરાય છે પાલવ
એ બાદ ગઝલ કેવી આબાદ આવે છે.

Please follow and like us:
Pin Share
  1. Vipul
    January 7th, 2008 at 11:00 | #1

    જયારે જયારે તારી યાદ આવે છે……

    બહુજ સરસ ગલ છે……….

  2. Vipul
    January 7th, 2008 at 11:01 | #2

    જયારે જયારે તારી યાદ આવે છે……

    બહુજ સરસ ગઝલ છે……….

  3. January 7th, 2008 at 11:25 | #3

    ગઝલ લખુ છુ હુ તો તારુ નામ લઈ
    નામ વિના શ્હેજે ક્યા સ્વાદ આવે છે

    બહુ જ સરસ ગઝલ રજુ કરી છે.

  4. સુરેશ જાની
    January 7th, 2008 at 15:49 | #4

    મને તો અમદાવાદ હમ્મેશાં યાદ આવે છે; કોઈની પણ યાદ વીના!! આંખમાં પાલવ લહેરાવાની ઉપમા પણ ગમી.
    ———————————
    મને ફાંકો હતો કે મનહર ઉધાસના બધા ગીતો મારી પાસે છે.
    એ ફાંકો દોસ્ત ! તેં ઉતારી દીધો .

  5. January 7th, 2008 at 18:18 | #5

    વાહ વાહ …. ખુબ જ સરસ ગઝલ છે… અમદાવાદ ના અને અમદાવાદ માં પણ આવા પ્રેમી છે…!!!???આ વાત હજી આજે જ ખબર પડી… હા…હા….હા…..

  6. January 9th, 2008 at 08:30 | #6

    Nice Gazal…

  7. January 9th, 2008 at 08:34 | #7

    સુંદર ગઝલ… આજે પહેલી વાર જ સાંભળી

  8. Hemanshu
    July 24th, 2008 at 06:02 | #8

    Dear Shitaldidi
    I heard your gazal. Its Really very nice & preety. Thanks for it.
    Shitaldidi have u any albam of your guzal in Market? if possible pl infirm me.
    Have Happy & Healthy life ahead….pl take care didi.
    Thanking you.

    Hemanshu

  9. Dinesh Desai
    December 2nd, 2009 at 07:25 | #9

    શિતલ જોશિ,
    ખુબ જ સુન્દર ગઝલ.
    મારા શ્હેર વિશેનિ ગઝલ કેમ ના ગમે?
    બહુ મઝા આવિ.
    આભિનન્દન.
    -દિનેશ દેસાઈ.

  1. No trackbacks yet.