Home > ગીત, પાર્થિવ ગોહિલ, મહેશ શાહ, સમન્વય ૨૦૦૯ > મને દરિયો સમજીને – મહેશ શાહ

મને દરિયો સમજીને – મહેશ શાહ

August 25th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:સમન્વય ૨૦૦૯
સ્વર:પાર્થિવ ગોહિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


મને દરિયો સમજીને પ્રેમ કરતી નહીં,
કે તારી આંખોમાં ભરતીનું પૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

એકલી પડેને ત્યારે મારા વિચારોના દર્પણમાં મુખ જોઈ લેજે,
ખુદને સંભળાય નહીં એમ તારા મનમાં તું મારું બસ નામ કહી દેજે.
મને હોઠ સુધી લાવી અકળાવતી નહીં,
કે મારા શ્વાસોનો નાજુક બહુ સૂર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

માટીની ઈચ્છા કૈક એવી, તું ચાલે તો અંકિત પગલા હો તારા એટલા,
મારા મળવાના તારા મનમાં અમાપ રાત-દિવસો સદાયે હોય એટલા.
મને આંખોના ઓરડામાં રોકાતી નહીં,
કે મારું હોવું તારાથી ભરપુર છે,
તારી આંખોમાં કંઈક તો જરૂર છે.

Please follow and like us:
Pin Share
  1. August 25th, 2010 at 09:18 | #1

    સરસ શબ્દો છે.

  2. August 26th, 2010 at 00:08 | #2

    કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી- ગીત મુક્સો-? આભાર.

  3. Shital
    August 26th, 2010 at 12:32 | #3

    અદભૂત રચના

  4. Niral
    August 29th, 2010 at 18:18 | #4

    FYI.
    None of your audio file is working today.

    Regards.

  5. February 27th, 2011 at 10:53 | #5

    આ ગીત આકાશવાણી પર આ માસ નાં ગીત માં સન ૧૯૭૫-૭૬ માં યેસુદાસ નાં અવાજમાં સાભળ્યું હતું યેસુદાસે ગયેલ એકમાત્ર ગુજરાતી ગીત હાલમાં કશે ઉપલબ્ધ નથી

  6. jigarpera
    August 5th, 2013 at 16:30 | #6

    પુચ્ચી ને થઇ નહિ પ્રેમ

  1. No trackbacks yet.