Home > અણમોલ, મનહર ઉધાસ, મનહર ઉધાસ, મુકેશ માલવણકર, હાલરડું > દીકરી મારી લાડકવાયી – મુકેશ માલવણકર

દીકરી મારી લાડકવાયી – મુકેશ માલવણકર

January 29th, 2011 Leave a comment Go to comments
આલ્બમ:અણમોલ
સ્વરકાર:મનહર ઉધાસ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર
એ સૂએ તો રાત પડે ને જાગે તો સવાર
દીકરી મારી..

દીકરી તારા વ્હાલનો દરિયો જીવનભર છલકાય
પામતા જીવન માત-પિતાનું ધન્ય થઈ જાય
એક જ સ્મિતમાં તારા ચમકે મોતીડાં હાજર
દીકરી મારી..

ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ
રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર
રૂપમાં તારા લાગે મને પરીનો અણસાર
દીકરી મારી..

કાળી ઘેલી વાણીથી ઘર ઘૂઘરો થઈ ને ગુંજે
પા-પા પગલી ચલાવતા બાપનું હૈયું ઝૂમે
દીકરી તું તો માત-પિતાનો સાચો છે આધાર
દીકરી મારી..

હૈયાના ઝૂલે હેતની દોરી બાંધી તને ઝૂલવું
હાલરડાની રેશ્મી રજાઈ તને હું ઓઢાડું
પાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર
દીકરી મારી..

Please follow and like us:
Pin Share
  1. BIPIN PATEL
    January 30th, 2011 at 04:00 | #1

    પ્રિય નીરજભાઈ
    એક બાપની દીકરી માટેની લાગણીઓ ને બહુ સુંદર રીતે વર્ણવી છે .
    આભાર
    બીપીન પટેલ
    અમદાવાદ

  2. Thakorbhai Rawal
    February 1st, 2011 at 18:13 | #2

    After alongtime Nirajbhai I am hearing you.
    Hope gifts will continue

  3. suresh
    February 2nd, 2011 at 01:45 | #3

    દિકરી વિદાય નાં ગીતો નું

  4. Dhwani Bhatt
    February 3rd, 2011 at 13:27 | #4

    વાહ વાહ.. શું વાત છે..
    again, one of my most heard & like.

    btw.. શું વાત છે..hun!!??:P

  5. pankaj maniar
    February 5th, 2011 at 16:41 | #5

    અમને બહુજ મજા આવી .
    ખરેખર ખુબજ અન્નદ આવ્યો
    આભાર

    પંકજ , મીનાક્ષી કૃતિકા

  6. shiyani satish
    February 11th, 2011 at 06:30 | #6

    અ ગીતો સાંભળી અમને બહુ મજા અવેચે ખરેખર ગુજરાતી ગીતો ખાસકરી સવારે પ્રભાતિયા લોક ગીત સંભાળવાની બહુ મજા અવેચ્ચે તો અત્યરે ગુજરાતી ગીતો ઉપર ભાર મૂકી અને ઉપ્પર ગુજરાતી સાબદા લાવવો જરૂરી chhe

  7. February 23rd, 2011 at 11:44 | #7

    દીકરી મારિ લાડક્વાયી…..
    અદભૂત….. પિતા ની મનોવ્યથા…….
    મીનેષ ઝગડીયાવાલા
    અંક્લેશ્વર

  8. kanubhai desai
    February 26th, 2011 at 03:47 | #8

    નીરજભાઈ, દીકરી એટલે ઘરનો દીવો -એ વાત તમે આ ગીત વડે રજુ કરી . મારા પરિવાર તરફ થી અપને ખુબ-ખુબ ધન્યવાદ .મારી એક વિનંતી કે ઝવેરચંદ મેઘની નું ‘રક્ત ટપકતી સો સો ઝોળી ‘ગીત રણકાર પર મુક્સોજી.

  9. Vasani Anil Kumar
    March 10th, 2011 at 10:52 | #9

    ઘણો આભાર. મને મોકલો નવું નજરાણું દીકરી વિશે .

  10. purvi sompura
    March 13th, 2011 at 09:21 | #10

    દીકરી વ્હાલ નો દરિયો. મને મારી દીકરી સંજર્વી જ દેખાયા કરે. મારી માંનોભાવનાઓ જ જાણે વ્યક્ત થઇ હોઈ એવું લાગ્યા કરે છે. ખુબ સુંદર. ખુબ આભાર.

  11. Minesh Patel
    March 22nd, 2011 at 14:49 | #11

    Wahat nice song and nicely sung by manharbhai

  12. MEHUL PATEL
    April 5th, 2011 at 14:52 | #12

    A BEAUTIFUL SONG SUNG BY MANAHAR UDHAS, HEART TOUCHING AND MESMERIZER

  13. dipti
    April 6th, 2011 at 11:07 | #13

    મને આ ગીત બહુજ ગમ્યું, આ ગીત હું કેવી રીતે ઉતારી (Download)શકું ?

  14. mamta
    April 25th, 2011 at 06:04 | #14

    ખુબ જ સરસ અને ભાવભર્યું હાલરડું છે. હું મારી દીકરી ને રોજ ગાઈને સંભળાવીશ.

  15. pinky shaikh
    May 3rd, 2011 at 17:36 | #15

    thank you very much ફોર થીસ collection . નીડ તો લીસ્ટન ચૌદ વર્ષ ની ચરન્કાન્ય પ્લેઅસે mannage . pinky – યુનુસ – aannaar

  16. roopa
    May 19th, 2011 at 07:37 | #16

    bahu j fine che i like it

  17. Ranjan
    May 19th, 2011 at 13:46 | #17

    heart touching song…Thanks alot

  18. Habibulla Massani
    May 24th, 2011 at 10:48 | #18

    બહુ સરસ છે અમારા આખા કુટુંબ ને ખુબજ સારું લાગુએ
    તમારો ખુબ ખબૂ અભાર
    હબીબુલ્લા
    કેનાડા

  19. Prakash Mehta
    May 25th, 2011 at 21:24 | #19

    ઘણા સમય પછી ઘણું સરસ ગીત સાંભળવા મળ્યું

  20. KAUSHIK GANDHI
    July 23rd, 2011 at 13:56 | #20

    I WILL NEVER FORGET THIS SONG IN MY LIFE,I MOST THANKFUL TO SINGER AND WRITER TOO.I WISH ALL SUCESS IN THIER LIFE.

  21. December 24th, 2011 at 07:49 | #21

    “Dikari Bachao Adolan” na karyakramoma GEET jarurthi vagadvu joie.Bahu j sunder geet. Kavi , Gayak ne abhinandan.

  22. JIGAL
    February 9th, 2012 at 08:28 | #22

    ખરેખર બહુજ સરસ ગીત છે જે દીકરી ની લાગણી બહુજ સરસ રીતે દર્શાવી છે realy toucheble

  23. Rikesh
    September 5th, 2012 at 07:52 | #23

    આ ગીત સાંભળી ને એક દીકરી ના બાપ થવાનું ગર્વ થાય એવું છે.
    અને ગુજરાતી હોવા નું પણ જ્યાં આવા સરસ ગીતો લખાય, ગવાય, અને સંભળાય છે.

  24. ALKESH BADHEKA
    July 4th, 2013 at 11:07 | #24

    આ ગીત ખરેખર રદય ને સ્પર્શી જાય તેવું છે , એક દીકરી ના પિતા થવાનું ગર્વ થાય છે . ગાયક અને રચનાકાર નો હું ઘણો આભારી છું. ગુજરતી સંસ્કૃતિ ની મોરપિચ્છ સમ રચનાને ખુબ ખુબ અભિનંદન.

  25. Deepak parikh
    February 28th, 2014 at 13:12 | #25

    ઘણું સુન્દેર

  26. sanariya bharat
    March 7th, 2015 at 15:17 | #26

    too good

  27. રમેશભાઈ લીંબાણી
    October 19th, 2017 at 10:53 | #27

    દીકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર…..

    આજે લક્ષ્મીપૂજન ના દિવસે તમારી લાડકવાયીને યાદ કરી થોડી ક્ષણો કાઢી આ ગીત જરૂર સાંભળશો આંનદ આવી જશે.

    આ હાલરડું ખરેખર રદય ને સ્પર્શી જાય તેવું છે , એક દીકરી ના પિતા થવાનું ગર્વ થાય છે. ગાયક અને રચનાકાર નો હું ઘણો આભારી છું. ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ ની મોરપિચ્છ સમ રચનાને ખુબ ખુબ અભિનંદન.

  1. No trackbacks yet.