Home > કૃષ્ણગીત, નિનાદ મહેતા, વિહાર મજમુદાર > લોચનિયામાં ઉમટી યમુના – વિહાર મજમુદાર

લોચનિયામાં ઉમટી યમુના – વિહાર મજમુદાર

સ્વર:નિનાદ મહેતા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


લોચનિયામાં ઉમટી યમુના, હૈયે એક જ નામ
અંગ અંગ મ્હોરે વ્રજ થઈને, રોમ રોમમાં શ્યામ
મ્હારા રોમરોમમાં શ્યામ..

પગલે પગલે રજ ગોકુળની, મારગ મારગ વેરી
ગગને છાઈ ઘન વાદળીઓ, શ્યામલ શ્યામલ ઘેરી
શ્વાસ શ્વાસ થઈ સૂર મુરલીનો,
વને વહે અવિરામ, અંગ અંગ ..

માધવ માધવ નામ ક્યારનું હૈયે આવી રમતું
રંગ ભર્યું એક પીછું આવી શમણામાં ફરફરતું
મ્હોર્યું, મ્હેક્યું નામ શ્યામનું,
અંતરમાં અભિરામ, અંગ અંગ …

Please follow and like us:
Pin Share
  1. May 16th, 2011 at 09:43 | #1

    રંગ ભર્યું એક પીંછુ આવી શમણામાં ફરફરતું
    સુંદર શબ્દો

  2. sneha h patel
    May 16th, 2011 at 13:05 | #2

    ખૂબ સુંદર.

  3. Dr.Arun Parikh
    May 18th, 2011 at 16:37 | #3

    ખુબ સુંદર શબ્દો અને એટલુંજ સારું ગીત ગવાયું છે…..

  4. Ketul
    October 8th, 2011 at 06:57 | #4

    “……..gagane chhaai ghan vadalio, shyaamal shyaamal gheri…….”

    Jaane vaadalio ni vachhe thi aavto gheraayel sur…………vaah, khub saras rite rachaayel ane gavaayel, sundar rachnaa. ………………….keep it on Ninadbhai ane Viharbhai.

  1. No trackbacks yet.