Home > અજિત શેઠ, ગીત, નિરુદ્દેશે, રાજેન્દ્ર શાહ, હરિહરન > નિરુદ્દેશે સંસારે – રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે સંસારે – રાજેન્દ્ર શાહ

આલ્બમ:નિરુદ્દેશે
સ્વરકાર:અજિત શેઠ
સ્વર:હરિહરન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ,
મુજ મુગ્ધ ભ્રમણ પાશુંમલિન વેશે

ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ
ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુરકંઠ
નેણ તો ઘેલાં થાય નિહાળી નિખિલના સૌ રંગ
મન મારું લઇ જાય ત્યાં જવું પ્રેમ ને સન્નીવેશે
નિરુદ્દેશે સંસારે..

પંથ નહીં કોઈ લીધ ભરું ડગ ત્યાંજ રચું મુજ કેડી
તેજછાયા તણે લોક પ્રસન્ન વીણા પર પૂરવી છેડી
એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી
હું જ રહું વિલસી સૌ સંગ ને હું જ રહું અવશેષે
નિરુદ્દેશે સંસારે..

Please follow and like us:
Pin Share
  1. June 7th, 2011 at 22:04 | #1

    વાહ, મનગમતું ગીત અને સ્વરાંકન.

  1. No trackbacks yet.