અલ્લક મલ્લક લાગણીઓની – લાલજી કાનપરિયા
આલ્બમ:સમન્વય ૨૦૧૦
સ્વરકાર:દક્ષેશ ધ્રુવ
સ્વર:ઝરણા વ્યાસ
સ્વરકાર:દક્ષેશ ધ્રુવ
સ્વર:ઝરણા વ્યાસ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ
ઝાકળ જેવી માંગણીઓની ઝાલર વાગે રણઝણ
ઝાડ વચાળે પંખી બોલે છલ્લક છલ્લક
ટહુકોની ગઠડી ખોલે છલ્લક છલ્લક
શ્વાસ શ્વાસમાં લાગણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ
નભથી ઉતારે વાદળનું વરદાન ભીનું, તથાસ્તુ!
કાચી કાચી નીંદર માંગે સ્વપન ઉછીનું, તથાસ્તુ!
ખળખળ વહેતી ઝરણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ
પતંગિયાનું ટોળું થઈ ને અવસર ઉડતા આવે મબલખ
રંગબેરંગી સપનાઓની ફાટ ભરીને લાવે મબલખ
ભીતર લખલખ લાગણીઓની ઝાલર વાગે રણઝણ
અલ્લક મલ્લક લાગણીઓની ઝાલર વાગે રણઝણ
Categories: ગીત, ઝરણા વ્યાસ, દક્ષેશ ધ્રુવ, લાલજી કાનપરિયા, સમન્વય ૨૦૧૦ dakshesh dhruv, gujarati geet, lalji kanpariya, zarana vyas
વાહ વાહ…સરસ ગીત.. મજા આવી ગઈ
very sweet song.
વાહ…… સરસ ગીત…..
આ ગીત ડાઉનલોડ કરી સકાય ખરું ?
AHALAK MALLAK VARAMVAR SAMBHALVU TEVU GEET
Enjoyed the song so much. Fan of Zaranaben’s voice.
Good one