લે હાથે કરતાલ ફકિરા – ઝાકીર ટંકારવી
આલ્બમ:હો ફકિરા
સ્વર:સંજય ઓઝા
સ્વર:સંજય ઓઝા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
લે હાથે કરતાલ ફકિરા, સંતની સાથે ચાલ ફકિરા
એની મેડીએ બેસીને થઈ જા માલામાલ ફકિરા
હું યે માણસ, તું યે માણસ, સહુનું લોહી લાલ ફકિરા
બન્ને ખાલી હાથે જાશું આજ નહીં તો કાલ ફકિરા
દોલતતો દાસી છે તારી, ખિસ્સામાં ના નાખ ફકિરા
સંન્યાસીનું તો એવું કે સૂર અહીં, ત્યાં તાલ ફકિરા
સરકી જાશે એક જ પળમાં, દુનિયાને ના ઝાલ ફકિરા
દુઃખને ચિંતા ફેંક નદીમાં, માલિક મોટી ઢાલ ફકિરા
ખુબ સરસ ગીત. બહુ ગમ્યું
આભાર
ખૂબ
સરસ
સૂર
શબ્દ
અને
સંગીતનો
શુભગ
સમન્વય
અભિનંદન.
ખુબજ સરસ ગીત
હળવાફૂલ અને પરમાર્થ સભર શબ્દો …….!!!
રેશમી અવાજ …!!!
મજા પડી ગઈ …!!
ઘણું સુન્દેર. મજા પડી ગઈ ઝાકીરભાઈ .
Hhubaj makhamali Sundar galu shabdone anukul