Home > અવિનાશ વ્યાસ, પ્રાર્થના-ભજન > બે ફૂલ ચઢાવે – અવિનાશ વ્યાસ

બે ફૂલ ચઢાવે – અવિનાશ વ્યાસ

February 7th, 2008 Leave a comment Go to comments

આલ્બમ: અમર સદા અવિનાશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર,
પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.
કૃષ્ણની પાસે જવું હોય તો,
બનવું પડે સુદામા, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.

સાચું છે એ સચરાચર છે,
સાચું છે એ અજરાઅમર છે,
સાચું છે એ પરમેશ્વર છે,
પણ ચોધારે વરસે મેહુલીયો તો,
મળે એક ટીપાંમાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.

રામનું સ્વાગત કરતાં ઋષિઓ, જાપ જપન્તા રહી ગયાં,
એઠાં બોરને અમૃત કરીને રામ શબરીનાં થઈ ગયાં,
નહીં મળે ચાંદી સોનાનાં અઢળક સિક્કામાં,
નહીં મળે કાશીમાં કે નહીં મળે મક્કામાં,
પણ નસીબ હોય તો મળી જાય એ તુલસીનાં પત્તામાં,
ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.

બે ફૂલ ચઢાવે મૂર્તિ પર,
પ્રભુ નહીં મળે સસ્તામાં, ઈશ્વર પડ્યો નથી રસ્તામાં.

Please follow and like us:
Pin Share
  1. સુરેશ જાની
    February 7th, 2008 at 14:52 | #1

    આ આલ્બમ મારી પાસે ઘણા વખતથી છે .( અમદાવાદમાં કર્ણાવતી ક્લબમાં વીમોચીત થયું ત્યારે ત્યાંથી ખરીદ્યું હતું.) પણ આ ભજન કદી સાંભળ્યું ન હતું. આજે શાંતીથી સાંભળ્યું.

    એ કાર્યક્રમ અમદાવાદમાં યાદગાર હતો. લગભગ બધા જ જાણીતા ગાયકો મંચ પર હતા.
    ‘મારી વેણીમાં ચાર ચાર ફુલ’ એ ગીત હર્ષીદાબેન , તેમની દીકરી અને તેનીય નાની દીકરી ત્રણેએ એક એક કડી ગાઈ હતી અને ચોથી ત્રણેએ સાથે ગાઈ હતી.

  2. February 8th, 2008 at 17:10 | #2

    હા ઈશ્વર પડ્યો નથી રસ્તામાં પણ તોય બધા…આ બધું કરીને મેળવવા કોશીશ તો કરેજ છે..

  3. February 9th, 2008 at 07:25 | #3

    એકદમ સાચી વાત લખી છે.

  4. February 20th, 2008 at 14:16 | #4

    મઝાનું ભજન, પણ આપણે કંઇ એવું કરોને કે જેથી ઇશ્વર આપણને ગોતતો ગોતતો બારણે ડોર-બેલ (ઘંટડી) મારે.

  5. February 23rd, 2008 at 14:41 | #5

    સુંદર ભજન છે.

  6. bhargav
    September 12th, 2008 at 23:21 | #6

    સરસ ભજન છે. જો મારી ભૂલ ના થતી હોય તો ગાયક પુરુષોત્તમ જલોટા છે.
    મન ખૂશ થઈ ગયું.

  7. May 14th, 2009 at 14:23 | #7

    શ્રી અવિનાશ વ્યાસની કલમમાંથી ટપક્યા સુંદર મોતી.

    મારા મત મુજબ આ હ્દય સ્પશીઁ પ્રાથૅનાને સ્વર આપ્યો છે..
    શ્રી જનૉદન રાવલ…જેઓ હષૅદા રાવલના પતિ છે.
    વષો પહેલાં આ બન્નેની જોડી દૂરદશૅન ના પીજ કેન્દ્ર પર ગીત ભજન રજૂ કરતા.

    વિતી ગયેલી પળોનું સ્મરણ થયું.

  8. Dilip
    November 28th, 2009 at 04:47 | #8

    This is greatest service you are doing to reliven the rich treasure of Gujarati songs. On one hand gujrati movies died away following the traditional track. Whereas you have opened a new vista to make gujrati music and songs reach a new peaks of popularity. Keep it up. You deserve a lots of applauds ; words are not enough to express it.

  9. jainesh
    December 20th, 2009 at 14:54 | #9

    આ આજ સુધી સામ્ભળેલું સૌથી સુંદર ભજન…અવિનાશ ભાઈ મહાન છે….જનોદન રાવલ નું સરસ ગાન….

  10. July 7th, 2011 at 16:38 | #10

    ઘનુ જ સુંદર ભજન , શું આપને તો ભગવાન ને પણ મૂરખ બનાવવાની કોશિશ નથી કરતા ? સુંદર વાસ્તવિકતા રજુ કરી છે , પ્રભુ ખરેખર ક્યાં ક્યાં વસે છે અને આપને ક્યાં ક્યાં ફાંફા મારીએ છીએ .ખરે ખર અવિનાશ વ્યાસ મહાન છે.

  11. jitendra raval
    October 5th, 2011 at 10:17 | #11

    જનાર્દન રાવલ નું બીજું કોઈ ગીત કે ભજન હોય તો site
    પર મુકવા વિનંતી

  12. February 12th, 2012 at 07:32 | #12

    અવિનાશજીના આ સુંદર ભજનને પ્રસ્તુત કરવા બદલ ખૂબ ખૂબ આભાર ..
    એ મહાન સ્વરકાર-સંગીતકારને વંદન…

  1. No trackbacks yet.