Home > અણમોલ, ખલીલ ધનતેજવી, ગઝલ, મનહર ઉધાસ > હું ચહેરો ત્યાં જ – ખલીલ ધનતેજવી

હું ચહેરો ત્યાં જ – ખલીલ ધનતેજવી

January 17th, 2012 Leave a comment Go to comments
આલ્બમ:અણમોલ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું,
કે દર્પણ તોડી-ફોડીને તને મળવા નહીં આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.

કહે તો મારું આ માથું મૂકી લાવું હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહીં આવું.

ટકોરા દઈશ પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહીં આવું.

Please follow and like us:
Pin Share
  1. surekha
    January 17th, 2012 at 09:53 | #1

    like

  2. chandrakant
    March 30th, 2012 at 01:40 | #2

    ફક્ત વાહ વાહ કહેવાય જાય . ભક્ત ની ખુમારી નું ભજન કે ઘજલ કે ગીત કહો. આવું તો માત્ર જેનું જીવન અણી શુધ હોઈ અંદ પ્રભુ પ્રત્યે અનોખો પ્રેમ હોઈ તેજ લખી અંદ અને ગાય શકે.

    ચંદ્રકાંત પાઠક

  3. pakshman
    February 8th, 2013 at 13:47 | #3

    હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું.
    કે દર્પણ તોડી ફોડી ને તને મળવા નહિ આવું.

    ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
    હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

    કહે તો મારું આ માથું મૂકી લાવું હથેળી પર,
    પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

    ટકોરા દઈશ પણ દરવાજો તારે ખોલવો પડશે,
    કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

    -ખલીલ ધનતેજવી

    ખૂબ સુંદર શબ્દો અને એવી જ ખુમારી

  4. Jaykant Rathod
    October 10th, 2015 at 07:23 | #4

    ખુબજ સુન્દર રચના. જલસો પડી ગયો.

  1. No trackbacks yet.