Home > આશિત દેસાઈ, ગીત, રવિ ઉપાધ્યાય > હતી રાત થોડી અને વેશ ઝાઝાં – રવિ ઉપાધ્યાય

હતી રાત થોડી અને વેશ ઝાઝાં – રવિ ઉપાધ્યાય

સ્વર:આશિત દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


હતી રાત થોડી અને વેશ ઝાઝાં,
ત્યાં કરવી પડી એ સ્થિતિમાં ઉતાવળ;
ભૂલેલાં જૂઠાં રાહથી પાછો વળવાં,
હું લાવ્યો ‘તો મારી ગતિમાં ઉતાવળ…

જીવનભરનાં ગુન્હાં કબૂલીને જેમાં,
લખ્યોતો તને પત્ર મેં ખૂબ લાંબો;
ઘડી અંતની આવી ગઇ ને થઇ છે,
લિખિતંગની છેલ્લી લીટીમાં ઉતાવળ…
ન સીતાહરણ થાત, ના થાત મૃત્યુ
લંકાપતીનું, શ્રીરાઘવનાં હાથે;
કાંચનનો મૃગ જોઇ મોહી જવામાં
જો થાતી નાં સીતા સતીમાં ઉતાવળ…

મજા મસ્ત મહેફીલની માણવાંને ,
નિમંત્ર્યા’તા મિત્રો મેં વીણી વીણીને;
નિહાળીને વર્તન હું પસ્તાઇ બેઠો,
થતું, મેં કરી દોસ્તીમાં ઉતાવળ…

હજું જીવવુંને જીરવવું’તું બાકી,
હજું કાવ્યનાં ખૂબ કરવાં’તા સર્જન;
પરંતું ‘રવિ’ની જરુરત પ્રભુને,
જે કીધી મરણની તિથિમાં ઉતાવળ….

Please follow and like us:
Pin Share
  1. May 2nd, 2012 at 09:56 | #1

    What a Comback .. bro.. .

    Liked it… ગમ્યું …

  2. TARUN SANGHVI
    May 7th, 2012 at 18:49 | #2

    your program is very nice. Your efforts will continue to be successful

  3. Prashant
    May 8th, 2012 at 02:14 | #3

    નિમંત્ર્યા મિત્રો મેં વિણી વિણીને … મેં કરી દોસ્તીમાં ઉતાવળ!
    What a revelation! બહોત ખુબ!

  4. Nainesh Mehta
    March 11th, 2014 at 08:20 | #4

    અરે વાહ , બહુજ સુંદર ગીત છે. ધન્ય છે એની રચના કરનારને અને ગાનારને પણ.

  1. No trackbacks yet.