Home > બાળગીત, મેઘધનુષ > બાળગીતો

બાળગીતો

આલ્બમ:મેઘધનુષ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાંને સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પડી,
અરરર… માડી !

એક બિલાડી જાડી
એણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં એ તરવા ગઈ
તળાવમાં તો મગ્ગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીછેડો છૂટી ગયો
મગ્ગરના મોં માં આવી ગયો
મગ્ગર બિલ્લીને ખાઈ ગયો

મામાનું ઘર કેટલે?
દીવો બળે એટલે !
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા !
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી.
મોળી મીઠાઈ ભાવે નહીં
રમકડાં કોઈ લાવે નહીં.

દાદાનો ડંગોરો લીધો,
એનો તો મેં ઘોડો કીધો.
ઘોડો કૂદે ઝમ ઝમ !
ઘૂઘરી વાગે ઘમ ઘમ
ધરતી ધ્રૂજે ધમ ધમ !
ધમ ધમ ધરતી થાતી જાય
મારો ઘોડો કૂદતો જાય,
કૂદતાં કૂદતાં આવે કોટ,
કોટ કૂદીને મૂકે દોટ.
સહુના મન મોહી ગયો,
એક ઝવેરી જોઈ રહ્યો,
ઝવેરીએ તો હીરો દીધો,
હીરો મેં રાજાને દીધો.
રાજાએ ઉતાર્યો તાજ,
આપ્યું મને આખું રાજ,
રાજ મેં રૈયતને દીધું,
મોજ કરીને ખાધું પીધું.

Please follow and like us:
Pin Share
  1. Mahendra Thakkar
    May 15th, 2012 at 11:28 | #1

    ,બાળપણ યાદ મને બહુ ગમ્યું .દાદા ને બહુ ગમે

  2. Jayant Shahj
    May 15th, 2012 at 12:37 | #2

    મ જા આ વી .મેં રા બચ પ ન લો ટા દો ……..

  3. Divyakant Kantilal Jivan Samji
    May 15th, 2012 at 12:55 | #3

    વધાવીએ આ બાળગીતોને . મારા બાળપણના છે

    દિવ્યકાંત કાન્તિલાલ જીવન સામજી

  4. May 15th, 2012 at 16:09 | #4

    વાહ…વાહ…નીરજભાઇ,
    આ તો બાળકો સાથે મોટાંને ય મજા આવી જાય એવું…..-અભિનંદન અને આભાર.

  5. Maheshchandra Naik
    May 15th, 2012 at 20:14 | #5

    પુત્રોને તથા પૌત્રાને સંભળાવતા સાથે આનદ આનદ થઈ ગયો …………..આભાર…..

  6. Hasmukh Patel
    May 16th, 2012 at 02:13 | #6

    ખુબ સરસ નીરજભાઈ !!!
    થોડા વધુ જાણીતા ગીતો અપેક્ષિત છે.
    આભાર.

  7. pooja
    May 16th, 2012 at 07:18 | #7

    મજા આવી ગઈ

  8. KASHYAP SHAH
    May 17th, 2012 at 15:02 | #8

    ખરેખર ખુબજ સુન્દેર છે. મારી જિંદગી ની બાળપણ ની પળો મને યાદ આવી ગયી, આપને ખુબ ખુબ અભિનંદન એક તો તમારી અદબુત website માટે અને બીજું ભાષા પરિવર્તન ના સોફ્ટવરે માટે,

    જય માતાજી,
    કશ્યપ શાહ

  9. Himmat Joshi
    June 3rd, 2012 at 09:25 | #9

    સૈન્ટ જ્હેવીએર , સૈન્ટ ઉર્સુલા , બીશપ કોટન ,સૈન્ટ જોન્સ આ શાળાઓ માં અભ્યાસ કરી રહેલ ભૂલકા ને માં નો આ હુંફાળો સ્પર્શ કેમ કરાવવો ? કોઈ એન જી ઓ આ કાર્ય કરશે ભલા ? આ શાળાઓ તો ગુજરાતી બાળ ગીતો તો શું કોઈ પણ ભારતીય ભાષા બોલવા પર નાના વિદ્યાર્થી સામે તાલીબાની ભાષા વાપરે છે અને એમને પનીશ કરે છે. જયારે અન્ય દેશો આવા બાળ ગીતો લખવા ને અનેક પ્રોત્સાહનો અને પુરસ્કાર આપે છે.

  10. Jigisha Upadhyaya
    June 27th, 2012 at 06:15 | #10

    બાળપણની યાદ આવી ગઈ. મારા દીકરાના બાળકો માટે આ સાચવી લઈશ.
    પતાસાની પોળે પંદર પગથિયા, પંદર ચઢવા, પંદર ઉતારવા, મહી મહાદેવના દર્શન કરવા, દર્શન કરતા રાત પડી, કાળે માથે ભાત પડી….. આ ગીત કોઈએ ગાયું છે?

  11. AMIT
    November 27th, 2012 at 12:07 | #11

    વાહ….બાળપણની યાદો તાજી થઇ આવી ……

  12. ANILBHAI GHEEWALA
    February 11th, 2013 at 18:13 | #12

    મારું બાળપણ યાદ આવી ગયું………………………………પૌત્રને સંભળાવી પાછો બાળક બની ગયો.

  13. girish raval
    May 8th, 2013 at 13:45 | #13

    સારુ કામ કરો છો, ગુજરાતી ભાષા માટે…… ધન્યવાદ…..

  14. girish raval
    May 8th, 2013 at 13:55 | #14

    ના જવાની, ના બુઢાપો ,મને મારુ બચપણ પાછુ આપો, હોય હર્યુ ભર્યુ , ભલે કાઇ ન કર્યુ, હોય જેવુ તેવુ, તોય પાછુ આપો, એજ રન્ગીન રાતો, એજ મીઠી વાતો, યાદ….કેવી કેવી આવે, એ જ ચક્ર પાછુ , એ જ દોસ્તદારો , સાવ સાચુ આપો…. મને મારુ બચપણ પાછુ આપો…………………… …………………………………………………….ગિરીશ રાવલ

  15. Yatindra Bhatt
    July 8th, 2013 at 15:05 | #15

    I remember all the above poem.Jalso padi gayo.Primery school maa fariavyo.

  16. Abhishek Shah
    August 12th, 2013 at 13:08 | #16

    મને મારું બાળપણ યાદ આવી ગયું

  17. NAVIN SHAH
    October 12th, 2013 at 12:06 | #17

    વાહ,એક બુંદ પ્યાસ બુજાવી ગઈ.મારું બાળપણ અને મારા બાળ ગીતો .બચપણ ના ગોઠિયા ની યાદ અપાવી.મારા પૌત્ર ને પણ કિડ્સ સોંગ સાથે સાથે બળ ગીતો નો જલસો પડી ગયો.આભાર…

    \

  1. No trackbacks yet.