Home > કૃષ્ણગીત, દયારામ, પુરષોત્તમ ઉપાધ્યાય, મોરપિચ્છ > વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ – દયારામ

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ – દયારામ

આલ્બમ:મોરપિચ્છ
સ્વરકાર:પુરષોત્તમ ઉપાધ્યાય

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વર: વૃંદગાન

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ !
રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ !
બીજુ કંઈ નહી, કંઈ નહી.. વૃંદાવનમાં..

નૂપુર ચરણ કનકવરણ ઝાંઝર જોડો, ઘુઘરિયાળો કટિ ઓપે કંદોરો,
મોરમુકુટમણી વાંકડો અંબોડો, કુંડળકાન, ભ્રુકુટિતાન, નયનબાણ,
કંપમાન, તાળી લૈ લૈ લૈ.. વૃંદાવનમાં..

મુકુટ માંહી રૂપ દીઠું રાધાએ, મનમાં માનુનિ વિસામણ થાયે,
હુંથી છાની બીજી છે મુકુટ માંહે, બહુ વ્હાલી, હઠ ઝાલી, ઊઠી ચાલી,
દયાપ્રભુ જ્ય જ્ય જ્ય.. વૃંદાવનમાં..

Please follow and like us:
Pin Share
  1. vimala
    May 17th, 2012 at 14:16 | #1

    મેળો માણવાની મજા આવી ગઈ.

  2. Bhadresh Joshi
    August 9th, 2012 at 13:01 | #2

    Thanks, Rankar.

    We have F U L L song on tahuko.com.

    Enjoy.

  3. Harshad Patel
    October 10th, 2012 at 00:07 | #3

    Music and Bhajan is nicely done.

  4. Anil Vyas
    April 29th, 2013 at 17:34 | #4

    આ જ ગીત બીજલ અને વિરાજ ઉપાધ્યાયના કંઠે ગવાયેલું છે. એ વર્ઝન આના કરતાં વધુ સરસ છે. જો મળે તો બંને લિંક મૂકી શકાય.

  5. Anila Patel
    December 6th, 2013 at 19:38 | #5

    આ ગીત સાભળીને રોમ રોમમાં રણકાર વ્યાપી ગયો.

  1. No trackbacks yet.