Home > ગઝલ, ચિનુ મોદી, પરાગી પરમાર > ક્યાંક તું છે ક્યાંક હું છું – ચિનુ મોદી

ક્યાંક તું છે ક્યાંક હું છું – ચિનુ મોદી

આલ્બમ: ગઝલ ગુલાબી
સ્વર: પરાગી પરમાર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,
આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે.

બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,
આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે.

એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,
પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે.

રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.

Please follow and like us:
Pin Share
  1. March 1st, 2008 at 09:32 | #1

    ખૂબ જ સુંદર …!… ક્યાક ઉંડે તો આશા હોય જ …!

  2. સુરેશ જાની
    March 1st, 2008 at 11:41 | #2

    પહેલી જ વાર સાંભળી અને વાંચી. અત્યંત સુંદર રચના.

  3. March 1st, 2008 at 12:27 | #3

    આહા…કોઈની જોરદાર યાદ અવે એવું છે….મસ્ત…

  4. March 4th, 2008 at 07:27 | #4

    આપણા વચ્ચે વહેતુ જળ મને વાગ્યા કરે.

    Nice one.

  5. March 5th, 2008 at 06:01 | #5

    સરસ સ્વરાંકન, સુંદર શબ્દો,

    આહ્.લાદક અવાજ…….!!

  6. Hassan
    August 5th, 2012 at 02:12 | #6

    સુનું મન ભરવા પવન મથતો રહેવાનો સદા,
    ડાળ પર નાં પાંદડા છુટા પડી વાગ્યા કરે …..
    વાહ…શું વાત કહી કવિશ્રી એ …..

  1. No trackbacks yet.