Home > અજ્ઞાત, ગીત > નૈન ચકચૂર છે…

નૈન ચકચૂર છે…

March 31st, 2008 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નૈન ચકચૂર છે, મન આતુર છે,
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે.

કદી સીધી, કદી વાંકી, નજર રાખી જીગરને ઘર,
તમે જાતે જ આવ્યા છો, અમારા દિલની અંદર,
હવે ક્યાં દૂર છે, મળ્યાં જ્યાં ઉર છે,
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે.
નૈન ચકચૂર છે..

છલાછલ આંખનું આકાશ મસ્તીખોર છે,
ઘુંઘટમાં વીજળીને કંથ રમતો મોર છે,
મળ્યો તંબુર છે, જથમ નો સૂર છે,
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે.
નૈન ચકચૂર છે..

Please follow and like us:
Pin Share
Categories: અજ્ઞાત, ગીત Tags:


  1. March 31st, 2008 at 17:46 | #1

    વાહ નીરજ ભાઇ મજા આવી ગઈ

  2. mukesh thakkar…aamarkolkata@gmail.com
    March 31st, 2008 at 18:45 | #2

    તમે ઘણા દિલબરોની ઈચ્છા પૂરી કરી.

  3. pragnaju
    March 31st, 2008 at 19:40 | #3

    અજ્ઞાતની સુંદર રીતે ગવાયલી રચના
    છલાછલ આંખનું આકાશ મસ્તીખોર છે,
    ઘુંઘટમાં વીજળીને કંથ રમતો મોર છે,
    મળ્યો તંબુર છે, જથમ નો સૂર છે,
    હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે.
    નૈન ચકચૂર છે..
    સાંભળતા ભાવવિભોર કરે!

  4. Mahesh
    April 1st, 2008 at 02:17 | #4

    ખુબજ્ સુન્દર કવિતા ! આભાર્

  5. April 4th, 2008 at 20:50 | #5

    ની , આ ગીત સાભળ વાની ઘણા દિવસ થી ઈછા હતિ પન આજે તે પુરી કરી ખુબજ આભાર.

  6. Anjana
    November 21st, 2008 at 13:37 | #6

    old is gold.very nice song.

  7. May 22nd, 2009 at 19:16 | #7

    સ્વર: લતા મંગેશકર, મોહમ્મદ રફી
    સંગીત: અવિનાશ વ્યાસ
    ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
    રાજેન્દ્રકુમારે આ એક જ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું, પણ એ જમાનાના આ અતિ સફળ અભિનેતાએ “મહેંદી રંગ લાગ્યો”માં કામ કરવાનો એક પણ પૈસો લીધો નહોતો. મુખ્ય ભૂમિકામાં રાજેન્દ્રકુમાર અને ઉષાકિરણનો ઉત્કૃષ્ટ અભિનય અને કર્ણપ્રિય ગીત-સંગીતે લોકોને ઘેલા કરી દીધા હતા. “મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે… મહેંદી રંગ લાગ્યો” જેવા આ ફિલ્મના ટ્રેડમાર્ક જેવા ગીત ઉપરાંત “નૈન ચકચૂર છે… મન આતુર છે… હવે શૂં રહી ગયું બાકી કહો મંજૂર છે”, ”આ મુંબઈ છે…”, “પાંદડું લીલું ને રંગ રાતો…”, “ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું… હું તો નીકળી ભરબજારે…”, “હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા…” જેવાં ગીતોએ ધૂમ મચાવી હતી.

  1. No trackbacks yet.