Home > કૈલાસ પંડિત, ગઝલ, મનહર ઉધાસ > નહીં કરું ગુસ્સો હવે – કૈલાસ પંડિત

નહીં કરું ગુસ્સો હવે – કૈલાસ પંડિત

April 17th, 2008 Leave a comment Go to comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

“જિંદગીમાં હસો, હસાવી લ્યો,
બે ઘડી સ્નેહમાં વિતાવી લ્યો;
શી ખબર કાલ મળ્યા કે ન મળ્યા,
આજ ને પ્રેમથી વધાવી લ્યો.”

નહીં કરું ગુસ્સો હવે,
હાથ તો છોડો હવે.

ભાર લાગે છે મને,
પાંપણો ઉંચકો હવે.

હા ભલે મળશું નહીં,
ફોન તો કરજો હવે.

ફૂલ જેવું ક્યાં રહ્યું,
ઘાસને સુંઘો હવે.

વાર તો અહીંયા નથી,
ભીંતથી નીકળો હવે.

Please follow and like us:
Pin Share
  1. April 17th, 2008 at 09:57 | #1

    ખરી વાત .. કાલ ની કોને ખબર ..? આજ ને પ્રેમ થી વધાવી લો….સરસ ગઝલ ..

  2. pragnaju
    April 17th, 2008 at 14:54 | #2

    મનહર ઉધાસનો સ્વર
    અને
    કૈલાશની રચના
    “જિંદગીમાં હસો, હસાવી લ્યો,
    બે ઘડી સ્નેહમાં વિતાવી લ્યો;
    શી ખબર કાલ મળ્યા કે ન મળ્યા,
    આજ ને પ્રેમથી વધાવી લ્યો.”
    મોડેથી પણ જો આ સત્ય સમજાય તો!
    શુભાન અલાહ્

  3. April 18th, 2008 at 16:40 | #3

    !!!!!!! આ રચના તો સાવ નવી જ લાગી..પ્રથમ વખત જ વાંચી અને માણી..મુક્તક ખુબ જ ગમ્યુ..

  4. December 24th, 2011 at 15:00 | #4

    maja avi bhai khalil dhantejasvi

  5. December 24th, 2011 at 15:04 | #5

    માંજાવી ભાઈ કૈલાસ pandit @vrujlal karia

    vrujlal karia :
    maja avi bhai khalil dhantejasvi

  1. March 18th, 2018 at 20:56 | #1