Home > ગીત, મુકેશ, રમેશ ગુપ્તા > મહતાબ સમ મધુરો – રમેશ ગુપ્તા

મહતાબ સમ મધુરો – રમેશ ગુપ્તા

April 25th, 2008 Leave a comment Go to comments

સ્વર: મુકેશ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો,
ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે.
મહતાબ સમ મધુરો..

ફૂલોં મીસાલ કોમલ ગોરી અને પમરતી,
ગુલઝારની ગુલાબી મીઠી તું ગુલ કલી છે.
મહતાબ સમ મધુરો..

લાખો ગુલોંની લાલી રૂખસારમાં સમાવી,
અમૃત ને મધની પ્યાલી તુજ હોઠમાં ભરી છે.
મહતાબ સમ મધુરો..

નીકળે નૂરી સિતારા, નૈનો ચમકતા તારા,
રોશનીએ જશ્મો અંદર જીન્નત તડી કરી છે.
મહતાબ સમ મધુરો..

જોતાં નજર ઠરી રે સૌના જીગર હરી ને,
સંસારને સ્વર્ગ બનાવતી તું દિલકશી પરી છે.
મહતાબ સમ મધુરો..
———————————-
ફરમાઈશ કરનાર મિત્ર: નિલેશભાઈ

Please follow and like us:
Pin Share
  1. સુરેશ જાની
    April 25th, 2008 at 14:23 | #1

    મારું સૌથી પ્રીય પારસી ગીત. સંગીતકાર …. બલસારા.
    એમ કહે છે કેમ જ્યારે આ ગીત મુંબાઈમાં પહેલી વાર પારસી જમાતમાં રજુ થયું હતું ત્યારે પારસીઓ એની ઉપર ઝુમી પડ્યા હતા.

  2. pragnaju
    April 25th, 2008 at 15:21 | #2

    સ્વ.મુકેશના સ્વરમાં આ બેહદ કમાલ ગીત માણ્યું…
    ‘મહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો,
    ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે.
    મહતાબ સમ મધુરો..
    ફૂલોં મીસાલ કોમલ ગોરી અને પમરતી,
    ગુલઝારની ગુલાબી મીઠી તું ગુલ કલી છે.
    મહતાબ સમ મધુરો..
    લાખો ગુલોંની લાલી રૂખસારમાં સમાવી,
    અમૃત ને મધની પ્યાલી તુજ હોઠમાં ભરી છે.
    મહતાબ સમ મધુરો..
    નીકળે નૂરી સિતારા, નૈનો ચમકતા તારા,
    રોશનીએ જશ્મો અંદર જીન્નત તડી કરી છે.
    મહતાબ સમ મધુરો..’
    આ બોલ પણ કેટલા મધુરા!

  3. April 26th, 2008 at 15:10 | #3

    મહાસાગરમાં ડુબકી લગાવી આવું સુંદર મોતી તલાશવા બદલ પહેલાં તો અભિનંદન અને પછી આભાર મોતીને અમારા સુધી પહોંચાડવા બદલ

  4. May 16th, 2008 at 23:26 | #4

    પંકજ ઉદાસ ના અવાજ મા એક ગીત હતુ
    ચાંદિ જેસા રંગ હે તેરા સોને જેસે બાલ એક તુહિ ધનવાન હે ગોરી બાકી સબ કંગાલ.
    ખુબજ સુંદર રચના અને એમા ય મુકેશ નો સ્વર

  5. Darshan
    August 25th, 2008 at 18:00 | #5

    ખૂબ સુન્દેર રચના

  6. Aloo
    September 8th, 2009 at 13:36 | #6

    મારા ખ્યાલ મુજબ આ ગેીત નાઁ લખનાર રમેશ ગુપ્તાજેી નહેી પણ દારાઁ પ્રિન્ટર ચ્હે. Please confirm!

  7. Dinesh Dave
    May 14th, 2010 at 11:03 | #7

    @Aloo તમારી વાત બિલકુલ સાચી

  1. No trackbacks yet.