મારા નયનમાં – કમલેશ સોનાવાલા

December 18th, 2013 Leave a comment Go to comments
આલ્બમ:સંગઠન
સ્વરકાર:કૌમુદી મુનશી
સ્વર:અશ્વિની ભીડે દેશપાંડે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


મારા નયનમાં, પોઢ્યા છે શ્યામ,
વાટ તારી જોતી, શ્યામ તને શોધતી,
ક્યારે સંતાયા ઘનશ્યામ.

ધીમા ધીમા પગલાં લઈ, જમુનાના તીરે,
શોધું છું તમને મારા શ્યામ,
સરક્યા જમુનાજીમાં, અશ્રુ મારા નૈનથી,
તો જમુનાનાં નીર થયા શ્યામ.

ખાલી ગાગર ભરી, જમુનાના જળ સખી,
ઊંચકી તો, કમર મારી લચકી,
ભોળી હું એટલી, કેમેય ન સમજી,
કે જળમાં છુપાયા’તા શ્યામ.

જીવનની સાંજ પડી, નીંદર ઘેરાણી સખી,
ભવ ભવની પ્રીત લઈ પોઢી, હું શ્યામ સંગ,
કે હવે ખોલશો ન પોપચા લગાર.

Please follow and like us:
Pin Share
  1. Mr Damji Chavda
    December 18th, 2013 at 11:40 | #1

    બહુ સારું ભજન મજા આવી ગય

  2. kaushik
    December 19th, 2013 at 03:44 | #2

    very nice classical bhajan

    .

  3. devendra
    December 19th, 2013 at 04:36 | #3

    બહુ સરસ ધન્યવાદ

  4. Anila Patel
    December 19th, 2013 at 18:05 | #4

    બહુજ સરસ ભજન. સાભળવાની મજા આવી.

  5. dr. lalit nandani
    February 23rd, 2014 at 13:14 | #5

    ખુબ સરસ પ્રાર્થનામય ગીત. સંગીત, શબ્દો, સ્વરાંકન કે સ્વર – કોના વખાણ કરૂં?
    ખૂબ ખૂબ ગમ્યું. ડો. લલિત નંદાણી.

  6. dr. lalit nandani
    February 24th, 2014 at 21:01 | #6

    “કે હવે ખોલશો ના પોપચા લગાર,” ગીતના હાર્દની પરાકાષ્ટા.

  7. dr. lalit nandani
    March 16th, 2014 at 06:51 | #7

    શું સરસ ગીત ફરી ફરીને સંભાળવું ગમે.!

  8. dr. lalit nandani
    March 19th, 2014 at 20:12 | #8

    ગીતની ત્રીજી લીટીમાં પહેલો શબ્દ છે —-
    ક્યારે…… સંતાયા ઘનશ્યામ —–
    તેના બદલે ——
    ક્યાં રે……..સંતાયા ઘનશ્યામ….વધારે યોગ્ય લાગે છે.

  9. yogesh chauhan
    February 4th, 2018 at 06:25 | #9

    Ati sunndar

  10. yogesh chauhan
    February 4th, 2018 at 06:26 | #10

    Saras khub j saras

  1. No trackbacks yet.