Home > પ્રાર્થના-ભજન, લખમો માળી, હેમુ ગઢવી, હેમુ ગઢવી > જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી

જેને દીઠે નેણલાં ઠરે – લખમો માળી

સ્વરકાર:હેમુ ગઢવી
સ્વર:હેમુ ગઢવી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


જેને દીઠે નેણલાં ઠરે
બાયું ! અમને એડા એડા સંત મળે.
ઉદરમાંથી એક બુંદ પડે ને,
ભગત નામ ધરે,
નરક છોડાવીને ન્યારા રે’વે,
અમર લોકને વરે… બાયું..

કાયાવાડીનો એક ભમરલો
સદાય તારી ઓથ ધરે;
આ રે સંસારમાં સંત સુહાગી
બેઠા બેઠા ભજન કરે.. બાયું..

લખમાના સ્વામીને સમરતાં
સ્વાતિનાં બિંદુ ઠરે,
બાયું અમને એડા એડા સંત મળે.

Please follow and like us:
Pin Share
  1. Arjun Hirani
    March 5th, 2014 at 17:40 | #1

    With respect and no offence to anyone please.
    It is a great vintage collection but there is discrepancy between the written script and the vocal in words.
    One has to listen to the Bhajan carefully and write down for collection.
    Congratulations for reviving our folk songs.
    Please keep it up.

  2. Naishadh Pandya
    March 11th, 2014 at 08:23 | #2

    ખુબ મજા આવી ગઈ વર્ષો પછી આ ગીત સાંભળ્યું
    ખુબ ખુબ આભાર.

  3. Giyad Hardev P.
    July 23rd, 2014 at 16:26 | #3

    લોકગીતો ને તમે જીવંત કયોં.

  4. YogeshBhavsar
    November 5th, 2018 at 17:41 | #4

    Nice

  5. YogeshBhavsar
    November 5th, 2018 at 17:41 | #5

    અતિ સુંદર !!

  1. No trackbacks yet.