Home > કૌમુદી મુનશી, ગઝલ, જવાહર બક્ષી > તારો વિયોગ- જવાહર બક્ષી

તારો વિયોગ- જવાહર બક્ષી

March 10th, 2014 Leave a comment Go to comments
સ્વર:કૌમુદી મુનશી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે
જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે

તારો વિયોગ અતિથિ બની ઘરમાં આવશે
જ્યારે અજંપો ઓઢીને ઘર સુઈ ગયું હશે

તારો વિયોગ ધુમ્ર થઈ આંખ ચોળશે
જયારે સુરજ નાં આવેલા સ્વપનોને બાળશે

તારો વિયોગ આંખમાં ખંડેર થઈ જશે
જયારે એ તારી શોધમાં ભટકી ને થાકશે

તારો વિયોગ વીજળી થઈને પડી જશે
જયારે અજાણ્યા વાદળો આપસમાં ભેટશે

Please follow and like us:
Pin Share
  1. March 10th, 2014 at 07:43 | #1

    ખુબ જ સુંદર શબ્દો – સાથે અસરકારક સંગીત ને શ્રી કૌમુદીબહેનનો ભાવવહી સ્વર ..!! ..આપ ગુજરાતી ગીત સંગીત નાં મરજીવા છો નીરજ ભાઈ, મહાસાગર માં જઈ મોતી વીણી લાવો છો ..!!

  2. rudraprasad bhatt
    March 10th, 2014 at 15:15 | #2

    કૌમુદીજીનો મધુર અવાજ સાંભળવાનો લ્હાવો મળ્યો. આપનો ખુબ આભાર.

  3. T Patel
    March 12th, 2014 at 09:06 | #3

    Nice song

  4. Anila Patel
    March 12th, 2014 at 22:05 | #4

    સરસ ભાવવાહી શબ્દો. અને સરસ ગીત.

  5. jagdishchandra pandya
    March 17th, 2014 at 08:51 | #5

    ભાવોની સુંદરતા શબ્દોમાં રજુ કરી છે . ગાયન કલાકારે પણ તેને અનુરૂપ રાગથી ગાઈને ચાર ચાંદ લગાવી દીધા છે.

  6. janakray bhatt
    December 11th, 2015 at 21:17 | #6

    મધુવન નો પવન, સુનું ઘર, રાત ના સપના, ગાજતા વાદળા, અને વિયોગ ની વેદના નું ભાવવાહી નિરૂપણ સચોટ થયું છે. અને તેની ભાવવાહી ગઝલ ગાયકી કુમુદિની બહેને આપી છે. અભિનંદન.
    ,

  1. No trackbacks yet.